તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિકોરા ગામે અેક જ રાત્રીમાં બે બાઇકની ઉઠાંતરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ | ભરૂચ તાલુકામાં આવેલાં નિકોરા ગામે એક જ રાત્રીમાં વાહન ચોર ટોળકીએ એક સાથે બે બાઇકની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. બનાવને પગલે નબીપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી બાઇક ચોરોના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

ભરૂચ તાલુકામાં આવેલાં નિકોરા ગામે રહેતાં સુરેશ રમણ મોદીએ રાત્રીના સમયે તેમની બાઇક નિત્યક્રમ મુજબ તેમના ઘરની બહાર પાર્ક કરી હતી. દરમિયાન સવારે તેઓ રોજિંદા સમયે ઉઠ્યાં બાદ ઘરમાંથી બહાર નિકળતાં તેમની બાઇક પાર્ક કરેલાં સ્થળે જણાઇ ન હતી. જેના પગલે તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ કરવા સાથે સગાસંબંધીઓ તેમજ પરીચિતોને પુછપરછ કરવા છતાં તેમની બાઇક અંગે કોઇ માહિતી મળી ન હતી. દરમિયાન ગામમાં જ રહેતાં દિલાવર ઇસ્માઇલ રાજની બાઇક પણ ચોરીએ ગઇ હોવાનું તેમણે માલુમ પડ્યું હતું. જેના પગલે તેઓએ નબીપુર પોલીસની સંપર્ક સાંધી બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો