તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં બાઇક હટાવવા મુદ્દે તબીબ પર શખ્સનો હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચના ફલશ્રુતિ નગર ખાતે રહેતાં તબીબ કૌશલ જીતેન્દ્ર પટેલ તેમની કાર લઇને ભોલાવ ગામની વિહાર સોસાયટીમાં તેમના બહેનના ત્યાં ગયાં હતાં. જ્યાંથી તેઓ પરત આવી રહ્યાં હતાં. તે વેળાં ભૃગુઋષિ બ્રીજ ઉતરીને સંકટ મોન મંદિર સામેના યુ ટર્ન પર કારને વળાવી રહ્યાં હતાં. તે વેળાં ત્યાં એક શખ્સ બાઇક રોડ પર પાર્ક કરી તેના પર બેઠો હોઇ તેને બાઇક હટાવવા કહેતાં તેણે તેમની સાથે ઝઘડો કર્યો હતો. મામલો ગરમાતાં શખ્સે તેમને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...