ડાંગરમાં જાતની પસંદગી પણ મહત્ત્વની સાબિત થાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોખાનો પાક ચોમાસુ અને ઉનાળુ એમ બંને ઋતુમાં આવે છે. ઉનાળુ ડાંગરની ખેતી ખાસ કરીને જે વિસ્તારમાં ગરમીનું પ્રમાણ ઓછું હોય, બારેમાસ હવામાં ભેજનું પ્રમાણ વધુ (૭૦%) હોય તેવા દરિયા કિનારાના વિસ્તારો જેવા કે કેરાલા, તામિલનાડુ અને ઓરીસા રાજયમાં થાય છે. આપણાં રાજયમાં વલસાડ, સુરત અને ભરૂચ જિલ્લામાં ઉકાઈ-કાકરાપાર યોજના તથા ખેડા અને પંચમહાલ જિલ્લામાં કડાણા યોજનાને લીધે બારમાસી કેનાલ દ્વારા પિયતની સગવડ થઈ હોવાથી અન્ય ઋતુ કરતાં ઉનાળુ ઋતુમાં ઉત્પાદન વધારે આવવાથી ઉનાળુ ડાંગરની ખેતી લોકપ્રિય બનતી જાય છે.

જાતોની પસંદગી : ઉનાળામાં સૂર્યપ્રકાશના કલાકો વધારે મળવાને કારણે ચોમાસુ કરતાં પાકવામાં ૩૦ થી ૩૫ દિવસ વધારે ભોગવે છે. આથી ચોમાસુ શરૂ થાય તે પહેલા ઉનાળુ ડાંગરની કાપણી-ઝૂડણી પુરી થવી જોઈએ નહીંતર વરસાદને લીધે ડાંગર પલળી અને ઉગી જવાનો ભય રહે છે. વળી વરસાદ થયા પછી કાપણી કરવી મુશ્કેલ છે. અભ્યાસોના આધારે જણાયું છે કે ઉનાળામાં ગુર્જરી, જી.આર.-૧૦૩, જયાં, જી.આર- ૧૧, જી.આર-૭ તેમજ જી.આર-૧૨ જાતો વધુ માફક જણાઈ છે.

બીજનું પ્રમાણ અને માવજત : બીજનું પ્રમાણ હેકટર દીઠ રોપણી કરવા માટે સુંવાળા દાણાવાળી ડાંગરની જાત માટે ૨૦ થી ૨૫ કિલો તેમજ જાડી અને બરછટ દાણાવાળી જાત માટે ૨૫ થી ૩૦ કિલો રાખવું. બીજથી ફેલાતા રોગને અટકાવવા માટે બીજને ઘરૂ નાખતાં પહેલાં એફ હેકટરની રોપણી માટે જરૂરી ૨૫ કિલો બીજને ૨૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટેપ્ટોસાયકલીન દવા+૧૨ ગ્રામ પારાયુકત દવા (એમીસાન) ના દ્રાવણમાં આઠ કલાક બોળ્યા બાદ કોરા કરીને પછી ઘરૂ નાંખવું.

વૈજ્ઞાનિક સલાહ
અન્ય સમાચારો પણ છે...