ભરૂચના સેવાશ્રમ રોડ પર લીમડાનું વૃક્ષ ધરાશાયી : એક વ્યક્તિને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ રિલાયન્સ મોલ પાસે શુક્રવારના રોજ સવારે તોતિંગ લીમડાનું વૃક્ષ અચાનક ધરાશાયી થઈ ગયું હતું. લીમડાના વૃક્ષનું થડ કોહવાઇ જવાના કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળી રહયું છે. વહેલી સવારનો સમય હોવાથી રસ્તા પરથી વાહનો અને લોકોની અવરજવર ઓછી હોવાથી મોટી જાનહાનિ થતાં અટકી હતી. વૃક્ષની ડાળી કાપવા આવેલી ટીમના સભ્ય પર ડાળી પડતાં તેને ઇજા પહોંચી હતી.

શહેરના સેવાશ્રમ રોડ પર આવેલ રિલાયન્સ મોલને અડીને આવેલું લીમડાનું તોતિંગ વૃક્ષ ...અનુસંધાન પાના નં.2

શુક્રવારના રોજ સવારે 8 વાગ્યાના અરસામાં એકાએક ધરાશયી થઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. વૃક્ષ તુટી પડતાં વીજ પ્રવાહ પણ ડૂલ થઈ જવાની સાથે બંને તરફનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. સવારનો સમય હોવાથી સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.નગરપાલિકાના ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી રોડ વચ્ચે ટ્રાફિકને અડચણ રૂપ ઝાડને હટાવાની કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમ સાથે ઝાડ કાપનાર ગેંગને પણ તાત્કાલિક બોલાવામાં આવી હતી.તે દરમિયાન તેમની ટીમના એક ઈસમના પગ પર લીમડાના ઝાડનો એક મોટો ભાગ પડતા તેના પગ દબાઈ ગયો હતો. તેણે બુમરાણ પાડતા ઝાડ કાપનાર ટીમ તેમજ પાલિકાના ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઈસામનો પગ પરથી લાકડું હટાવી લેતા તેનો બચાવ થયો હતો. એક કલાકની ભારે જહેમત બાદ ઝાડને હટાવી લેતા ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ ચાલુ થયો હતો.

ભરુચના સેવાશ્રમ રોડ પર લીમડાનું ઝાડ ધરાશાયી થતાં રોડ પરથી પસાર થતા લોકોમાં દોડધામ મચી હતી.

અન્ય સમાચારો પણ છે...