તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદાના ભૂછાડ ગામે ઉભા ભજન માટે મોભ પૂજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજમાં ઉભા ભજનની પરંપરા ચાલી આવે છે. કુળદેવીની પૂજા કરી જેમાં 24 કલાકના ઉભા ભજન કરવામાં આવે છે. ભજન માટેના મંડપ માટેનો મુખ્ય સ્થંભ જેને મોભ કહેવાય છે. ભૂછાડ ગામમાં 19 અને 20 તારીખે ઉભા ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના મોભની પૂજન વિધિ ધારાસભ્ય પી.ડી. વસાવા,જતીન વસાવા અનેપ્રો.ડો.રવિ વસાવા સહીત આગેવાનોની હાજરીમાં યોજવામાં આવી હતી. બે દિવસ સુધી 25 જેટલી ભજન મંડળીઓ 24 કલાક સુધી ભજનની રમઝટ બોલાવશે.

સજોદ વારીનાથ દાદાના મંદિરે ચૈત્ર માસમાં ભક્તોની જામતી ભીડ
અંકલેશ્વરના સજોદ ગામ સ્થિત વાળીનાથ દાદાના મંદિરે ચૈત્ર માસ ભક્તોની ભીડ જામી રહી છે. ચર્મ રોગ દુર કરનાર અને બળીયા બાપજીના મુખ્ય પાચમંદિરોમાંનું એક સજોદ તીર્થધામ એવા વાળીનાથ દાદાના મંદિર ભક્તોનીઆસ્થાનું કેન્દ્ર બન્યું છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા ટાઢું જમવા માટે અહીં આવે છે. વડોદરાના પોર,સુરતના શિયાદલા અને સજોદના વાળીનાથ ખાતે તેમના અંગો પડ્યા હતા. જે જગ્યાપર તેમના દેવસ્થાનો આવેલા છે. ચૈત્ર માસના રવિવાર, મંગળવાર અને ગુરુવારે, તેમના દર્શનનું અનેરું મહત્વ છે.

ભરૂચની યુવતીએ પીએચડી પદવી મેળવી
ભરૂચમાં સેફટી હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ એસોસિએશન સંસ્થાના ટ્રસ્ટી તથા પર્યાવરણ અને સલામતી ક્ષેત્રે વર્ષોથી કાર્યરત એન.જી.ઓ યોગેશ પંડયાની સુપુત્રી ડો.ક્રિષ્ણા પંડયા છે. તેણે સરદાર પટેલ યુનિવર્સીટી- વલ્લભ વિદ્યાનગર થી પર્યાવરણ ક્ષેત્રેમાંથી વી.પી એન્ડ આર.પી.ટી.પી સાયન્સ કોલેજના બાયોલોજી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો.નયના બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ થીસીસ તૈયાર કરીને રજુ કર્યું હતું. જેમાં તેણે 3 એપ્રિલે પી.એચ.ડી ની પદવી મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે.

ટુવા ઈજનેરે કોલેજમાં વિદાય સમારોહ યોજાયો
ઇજનેરી કોલેજ ટુવામાં ઇલેક્ટ્રિકલ બ્રાંચમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો છેલ્લો દિવસ હોય વિદાય સમારોહનુ આયોજન કરાયું. આ પ્રસંગે કોલેજના આચાર્ય, હેડ ઓફ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ તથા સ્ટાફ મિત્રો હાજર રહયા. વિદાય સમારોહની ઉજવણી આચાર્ય દ્વારા કેક કાપીને કરવામાં આવી.

વાગરાની શાળાઓમાં બચાવ રાહત કામગીરીની તાલીમ
વાગરા સીઆઈએસએફ યુનિટ ઓએનજીસી ગંધારના આસીસટન્ટ કમાન્ડન્ટ આર. બી. સિંઘના માર્ગદર્શન હેઠળ શાળાઓમાં બચાવ અને રાહત કામગીરીની તાલીમના કાર્યક્રમ યોજવામાં આવી રહયાં છે. વાગરા તાલુકાના પહાજ ગામની શાળામાં આગ સહિતની કુદરતી આપત્તિઓના સમયે પોતાનો તથા બીજાનો જીવ કેવી રીતે બચાવવો તેની તાલીમ આપવામાં આવી હતી.

ભરૂચમાં રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા સ્વદેશી ફેશન શો યોજાયો
ભરૂચમાં રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા 150 મી ગાંધી જ્યંતીની ઉજવણીના ભાગરૂપે રવિવારના રોજ ફેશન શો સ્વદેશી નું આયોજન રોટરી ક્લબના હોલમાં કરાયું હતું. સંસ્થા દ્વારા હાલમાં ચાલી રહેલી અવનવી ફેશનોમાં સ્વદેશી ફેશનનો ઉદ્દેશ ભારતમાં ખાદી/ કોટનની લોક પ્રિયતા વધારવા ફેશન શો સ્વદેશીનું આયોજન કરાયું હતું. ફેશન શો કુલ 23 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.સંસ્થાના પ્રમુખ કીર્તિ જોષીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.આ પ્રસંગે રોટરી ક્લબના ડી.જી.RTN પિંકી પટેલ,એ.જી અમરદીપ બુનેટ, રોટરી પ્રેસિડેન્ટ કેતન શાહ, RTN સુમુલ પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.જયારે મુખ્ય મહેમાન પદે પુષ્પાબેન પટેલ ઉપસ્થિત રહીને સ્પર્ધઓનો ઉત્સાહ વધારીને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રોજેક્ટ ચેર RTN નીતુ વર્મા સેવા આપીને નીમા કાબ્રરાવાલાએ સમગ્ર શોનું સંચાલન કર્યું હતું.સ્પર્ધામાં વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

ભરૂચમાં પુષ્પમ ગ્રુપ દ્વારા ઘરડાં ઘરના વડીલોને ભોજન કરાવ્યું
ભરૂચ શહેરમાં કેટલાય મિત્રો દ્વારા સમાજ સેવાના અર્થે પુષ્પમ ગ્રુપની સ્થાપના કરી હતી. ગ્રુપના સભ્યો દ્વારા મહિના એક રવિવારે અલગ -અલગ સંસ્થાઓમાં ભોજન કરાવવામાં આવે છે.જેના ભાગરૂપે આ વખતે રામનવમીના પવિત્ર દિવસે કસક સ્થિત ઘરડાં ઘરમાં વડીલોને ખીચડી- કઢી,પુરી,શાક સહીત ફરસાણનું ભોજન કરાવ્યું હતું.સંસ્થાના ચિંતન શેઠે ગ્રુપની માહિતી આપી હતી.જયારે જીગ્નેશ પરીખ, જ્યંત ગુજરાથી તથા રમેશ જાદવે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું હતું.

પાદરામાં હનુમાન જ્યંતિ ધામ ધૂમથી ઉજવાશે
પાદરા શહેર અને તાલુકામાં આજે હનુમાન જ્યંતિ આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક ઉજવાશે. જેમાં મુખ્ય કાર્યક્રમો પાદરાના સ્વામિનારાયણ મંદિર નવાપુરા ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બુધવારના રોજ આનંદના ગરબાનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉમટી હતી. જ્યારે ગુરૂવારે સુંદરકાંડના સંગીતમય પાઠનું આયોજન કરાયું હતું. તથા શુક્રવાર હનુમાન જયંતિ ચૈત્રી પૂનમના દિવસે મારુતિ યાગ યોજાશે અને નવદપંતી જોડાઓ પૂજામાં ભાગ લેશે. અને મહા ભંડારામાં 15 હજારથી વધુ લોકો મહા પ્રસાદી ગ્રહણ કરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેજ પ્રકારે પાતળિયા હનુમાને પૂ. ત્રિલોચના દેવીની રામ કથામાં હનુમાન જયંતિના કાર્યક્રમ વિશેષ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓની મતદાન જન જાગૃતિ રેલી યોજાઈ
અંકલેશ્વરમાં જીનવાલા સ્કૂલ ના વિદ્યાર્થીઓ ની મતદાન જનજાગૃતિ રેલી યોજાય હતી આ રેલી શહેર ના મુખ્ય માર્ગો પર ફરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા મતદાન અંગે ના સંદેશો આપતા બેનરો સાથે શહેર ના મુખ્ય માર્ગો પર ફર્યા હતાં. તેમણે મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.

ગાબડીયા હનુમાન મંદિરે ચૈત્રી પૂનમનો મેળો ભરાશે
છોટાઉદેપુર વાઘસ્થળ ડુંગરનું ગોદમાં વર્ષો જૂનું રામભકત હનુમાનજીની પ્રતિમા સ્વયંભૂ મળી આવેલ છે. ગામ લોકોએ જ્યાં મૂર્તિ મળી હતી ત્યાં મંદિર બનાવી પૂજા અર્ચના કરતા અનેક મુશ્કેલીઓ દૂર થાય છે અને વ્યસન ધરાવતી વ્યક્તિઓ હનુમાનજીના ભક્ત બની વ્યસન છોડી દીધા છે.

દાહોદમાં હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ ભજનસંધ્યા યોજાઈ
હનુમાનજી જયંતિની પૂર્વ સંધ્યાએ દાહોદના શ્રી પીપળીયા હનુમાનજીના મંદિર પરિસરમાં રાતના સમયે શ્રી રામાયણ મંડળ દ્વારા જાણીતા ગૌસેવિકા અને ભજન ગાયિકા હરિદાસી(હીના) મંદસોર અને તેમના કલાવૃંદની ભજન સંઘ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...