તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પડતર પ્રશ્નોનો નિકાલ નહીં તો ઉપવાસની ચિમકી સાથે આંદોલન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની સરકારી ઈજનેરી ‌‌કો‌‌લજોના અધ્યાપકોને સાતમા પગારપંચનો લાભ ન મળતાં 14મી માર્ચ સુધી કાળા કપડાં પહેરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરશે. સરકારી ઈજનેરી ‌‌કો‌‌લજના શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળના ભરૂચ યુનિટ પણ રાજ્યવ્યાપી હડતાળમાં જોડાયું છે. અધ્યાપકોને મળવાપાત્ર લાભ નહીં મળતાં છેલ્લા કેટલાંય સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. સંગઠનના ભરૂચના પ્રમુખ વિજય સોલંકી સાથે થયેલી વાતચિતમાં તેમણે જણાવ્યું કે, રાજ્યભરની સરકારી ઈજનેરી ‌‌કો‌‌લેજના અધ્યાપકોને સાતમા પગારપંચનો લાભ ન મળતાં 14મી માર્ચ સુધી કાળા કપડાં પહેરી પોસ્ટરો સાથે દેખાવો કરશે. સાતમાં પગારપંચનો સ્કેલ સરકારી વિભાગના કર્મચારીને ધ‌ણાં સમય પહેલાં જ મળી ગયો છે. જ્યારે સરકારી ઈજનેરી શાખાના અધ્યાપકોને આજદીન સુધી આ સ્કેલના લાભોથી વંચિત રખાયા છે. અધ્યાપકો સાથે અન્યાય થઈ રહ્યો છે. ઉપલી કક્ષાએ અનેક રજૂઆતો છતાં સરકાર આંખ આડા કાન કરી રહી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, એપ્રિલ સુધીમાં ઉપરોક્ત પ્રશ્નોનો નિકાલ ન આવે તો પ્રતિક ઉપવાસની ચિમકી સાથે આંદોલન કરવાની તૈયારી ઈજનેરી કોલેજ મંડળના અધ્યાપકોએ દાખવી છે.

શનિવાર સુધી કોલેજ કેમ્પસમાં કાળા કપડાં પહેરી ધરણા પ્રદર્શન

ઈજનેરી ‌‌કો‌‌લજના અધ્યાપકો વિવિધ માંગ સાથે આંદોલન કરી રહ્યા છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો