તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા દુષ્કર્મ કેસ: ઝડપાયેલા આરોપીઓને ફાંસીની સજાની માગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાની દલિત યુવતીનું નરાધમોએ અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ આચરીને કરેલા હિન કૃત્યને પગલે સમગ્ર રાજ્યભરનાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યાં છે. ત્યારે ભરૂચ શહેર જીલ્લાનાં રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ અને દલિત સમાજ લધુમતી સમાજનાં આગેવાનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી ગુનેગારોને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી.

મોડાસાની કોલેજિયન યુવતી 31મી ડિસેમ્બરથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. યુવતીના પરિજનો તથા અનુસૂચિત જાતિ સમાજે આરોપીઓ સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધ્યા પછી જ લાશ સ્વીકારવાની માંગ કરી હતી. પણ પોલીસે માંગણી ન સ્વીકારતાં અનુસૂચિત જાતિ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પણ પડયા હતા. જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં પણ યુવતીને ન્યાય મળે તે હેતુસર વિવિધ પાર્ટીઓ અને સંગઠનો દ્વારા વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ત્યારે સોમવાર સવારે રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ અને દલિત સમાજ લધુમતી સમાજનાં આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને યુવતી સાથે દુષ્કર્મ અને હત્યામાં ઝડપાયેલા બિમલ ભરત ભરવાડ,

...અનુસંધાન પાના નં.2

દર્શન ભરવાડ, સતીષ ભરવાડ, જીગર સહિત જે લોકો આ માટે જવાબદાર છે તે તમામ લોકોને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. જયારે સમગ્ર ઘટનામાં ફરિયાદ નહીં દાખલ કરનાર એન.કે.રબારીને તાત્કાલીક સસ્પેન્ડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહીની પણ રજુઆત કરી હતી.સદર કાર્યક્રમમાં મોટી સાંખ્યામાં સમાજના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો