તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બચ્ચો કા ઘરમાં મૌલવીએ અન્ય છાત્રાઓ સાથે દુષ્કર્મ કર્યાનો પીડિતાનો સ્ફોટક પત્ર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમોદની બચ્ચો કા ઘર મદરેસામાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર 68 વર્ષના મૌલવીએ અન્ય બાળકીઓ સાથે પણ દુષ્કર્મ કર્યું છેે અને બે સાથી છાત્રાને તેની જાણ છે તેવા પીડિતાના સ્ફોટક પત્રથી ખળભળાટ મચી ગયો છે. જંબુસર પોલીસે મૌલવીની ધરપકડ કરી બંને બાળકીના પૂછતાછની કવાયત હાથ ધરી છે. બીજી તરફ પોલીસે ગુરુવારે મદરેસામાં વીડિયોગ્રાફી સાથે પંચનામુ કરી બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે.

આમોદ શહેરના ચાર રસ્તા વિસ્તારમાં આવેલાં બચ્ચો કા ઘર નામની મદરેસામાં અંદાજે એક હજાર જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થિનીઓના ડાઇનિંગ હોલ પાસે નાસ્તો, સહિત અન્ય જીવન જરૂરિયાતની સામગ્રીની દુકાન ધરાવતાં 68 વર્ષીય મૌલવી અબ્દુલ્લા બોરાએ એક બાળકીને લલચાવી-ધમકાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા મૌલવીની ધરપકડ કરાઇ છે. જંબુસર સીપીઆઇ એસ. એસ. રાઠોડે ગુરુવારે ટીમ સાથે મદરેસામાં તપાસ કરી ઘટના સ્થળની વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી કરાવી હતી.પીડિતા વિદ્યાર્થિનીએ મૌલવીના કરતૂતો સંદર્ભે બે પત્રો લખ્યાં છે. જેમાં તેણે અન્ય બાળકીઓને પણ શિકાર બનાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે ત્યારે પોલીસે અન્ય વિદ્યાર્થિનીઓના નિવેદન લેવાની કવાયત હાથ ધરી છે.

મૌલવીની કરતૂતોનો આ રીતે ભાંડો ફૂટી ગયો

મદરેસાના સૂત્રો મુજબ, બચ્ચો કા ઘરમાં કામ કરતા એક કર્મચારીને સંસ્થાએ ફરજ પરથી છુટો કર્યો હતો.તેણે સંસ્થા સામે લેબર કોર્ટમાં ફરિયાદ કરતા પરાજય થયો હતો.સંસ્થાએ કર્મચારીને રહેવા માટે આપેલું મકાન ખાલી કરવા નોટિસ આપવા છતાં મકાન ખાલી કરતો ન હતો. દરમિયાન તેને બાળકી સાથે મૌલવીએ કરેલી કરતૂતની જાણ થતાં તેણે બાળકીના પરિવારનો સંપર્ક કર્યા બાદ મૌલવીનો ભાંડો ફૂટ્યો હોવાની માહિતી મળી છે.

કુરાનની ખોટી કસમ લીધી એટલે કાર્યવાહી ન થઇ

બાળકીના માતા-પિતાએ જણાવ્યું હતું કે, પુત્રી ધો.6માં હતી ત્યારથી મોલવી તેની સાથે દુષ્કર્મ કરતો હતો. અમને જાણ થતાં અમે ડિસેમ્બરમાં મદરેસાના મોટા ટ્રસ્ટીને ફરિયાદ કરી હતી. મૌલવી અબ્દુલ્લા બોરાએ કુરાનની ખોટી કસમ ખાતા ટ્રસ્ટીઓએ તેની સામે કોઇ કાર્યવાહી ન કરી. અમે લેખિતમાં સમાધાન કર્યું ન હતું. મારી દીકરી સાથે તો કર્યું, અન્ય કોઇ દીકરીની જીંદગી ના બગાડે તે માટે લોકોએ સમજાવતા ફરિયાદ કરી છે.

એક છાત્રાના કપડાં ઉંચા કર્યા, જાગી તો ભાગી ગયો

મૌલવી અબ્દુલ્લા બોહરાએ મદરેસાની અન્ય વિદ્યાર્થિનીઓ સાથે પણ ચેડાં કર્યા હોવાની વિગતો પણ બહાર આવી છે. ગત ડિસેમ્બરમાં મૌલવી રાત્રે વિદ્યાર્થિનીઓના રૂમમાં ગયો હતો. તેણે અન્ય એક વિદ્યાર્થિનીના કપડાં ઉંચા કર્યા હતા પરંતુ તે જાગી જતાં ભાગી ગયો હોવાનું મદરેસામાં હાજર સૂત્રોએ જણાવ્યું હતું. જોકે આ મામલોે પણ દબાવી દેવામાં આવ્યો હતો. પીડિતાના માતા-પિતાની ફરિયાદ બાદ પણ કાર્યવાહી કરાઇ ન હતી.

મૌલાના અબ્દુલ બોરાની ધરપકડ : વિદ્યાર્થિનીઓની પૂછપરછ કરાશે

હાલમાં અમારી પાસે એક જ વિદ્યાર્થિનીના પરિવારની ફરિયાદ આવી છે. આરોપી મૌલાના અબ્દુલ્લા બોરાની ધરપકડ કરી છે. મદરેસામાં સ્થળનું પણ પંચનામું કરાયું છે. બાળકી સાથે રહેતી અન્ય છાત્રાઓના નિવેદન લેવાના બાકી છે. અન્ય કોઇ બાળકી સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. હાલમાં અમારી પાસે અન્ય બાળકી સાથે ઘટના બની હોય તેવી ફરિયાદ આવી નથી.> એસ. એસ. રાઠોડ, CPI, જંબુસર

પીડિતાએ આપવિતીના બે પત્રો લખ્યાં : વિદ્યાર્થિનીઓના નિવેદન લેવાની પોલીસની તજવીજ

મદરેસામાં પોલીસે વીડિયોગ્રાફી સાથે સર્ચ કર્યું : બાળકીનું તબીબી પરીક્ષણ કરાવ્યું

376(2(એફ) ટ્રસ્ટી અથવા સત્તાધિકારી સ્ત્રી પર બળાત્કાર કરે

376 (2) (જે) સંમતિ આપવા અસમર્થ હોય તેવી સ્ત્રી પર બળાત્કાર કરે 376 (2)(કે) સ્ત્રી પર અંકુશ ધરાવનારે સ્ત્રી પર બળાત્કાર કર્યો હોય

376(2)(એલ)શારીરિક અને માનસિક અસમર્થ સ્ત્રી પર દુષ્કર્મ કરે 376 (2)(એન)તે જ સ્ત્રી પર વારંવાર બળાત્કાર કર્યો હોય
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો