તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમોદ દુષ્કર્મમાં મૌલવીનું મેડિકલ પરીક્ષણ કરાવાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આમોદમાં આવેલાં બચ્ચો કા ઘર મદરેસામાં અભ્યાસ કરતી બાળકી સાથે દુષ્કર્મ કેસમાં ઝડપાયેલો મૌલવી હાલમાં ત્રણ દિવસના રિમાન્ડ પર છે.પોલીસે શનિવારે તેનું મેડિકલ પરીક્ષણ કરાવી અન્ય વિદ્યાર્થિનીઓના નિવેદનો લેવાના શરૂ કર્યાં છે. બીજી તરફ મામલામાં બચ્ચો કા ઘર મદરેસાના સંચાલકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં સંસ્થાના લોકો દ્વારા તેમનો નંબર આપવામાં અખાડા કરાઇ રહ્યા છે.

આમોદના બચ્ચો કા ઘર મદરેસામાં અભ્યાસ કરતી બાળકીની માતાએ મદરેસામાં દુકાન ધરાવતાં મૌલવી અબ્દુલ્લા બોરા વિરૂદ્ધમાં પોતાની પુત્રી સાથે તેણે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ કરી છે. પોલીસે મૌલવીની ધરપકડ કરી તેને અદાલતમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. મૌલવીએ અન્ય કોઇ વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કે દુષ્કર્મ કર્યું છે કે કેમ તેની વિગતો મેળવવા માટે પોલીસે વિદ્યાર્થિનીઓના નિવેદનો લેવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો