લાઇટ રિપેરીંગ મુદ્દે યુવાન પર ચપ્પુથી હૂમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચનાન્યૂ આનંદ નગર વિસ્તારમાં રહેતાં અલ્લાનુર શેખની ફરીયાદ મુજબ તેમના વિસ્તારમાં વીજ કંપનીની લાઇટ રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી. તેવેળાં કોઇ મામલે ઇમરાન મિયાગામવાળા સાથે તેમને તકરાર થતાં મામલો ગરમાતાં ઇમરાને આવેશમાં આવી જઇ તેની પર ચપ્પુથી હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેને સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે અંગે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...