ચિંતાની લકીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચઅને નર્મદા જિલ્લામાં 13 વર્ષમાં વખતે અત્યંત ઓછા વરસાદ વચ્ચે બન્ને જિલ્લાનાં 6 જળાશયો પણ સરેરાશ માત્ર 29 ટકા ભરાતા મધ્યમ સિંચાઇ યોજનાના ડેમ પર નિર્ભર 286 થી વધુ ગામનાં ખેડૂતો માટે આગામી સમય કપરો પુરવાર થશે.

સપ્ટેમ્બર મહિનાનું પખવાડિયું પણ પૂર્ણ થઇ ચૂકયુ છે. હવે વરસાદની કોઇ આગાહી કે શકયતા હવામાન વિભાગ પણ વ્યકત કરી રહ્યું નથી. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં 45.56 ટકા અને નર્મદામાં 48.37 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા 13 વર્ષમાં અત્યંત નબળા ચોમાસાના કારણે બન્ને જિલ્લામાં આવેલા મધ્યમ સિંચાઇનાં 6 જળાશયો હજી પણ સરેરાશ 71 ટકા ખાલી છે. ગત વર્ષે નબળા ચોમાસા વચ્ચે પણ જળાશયો છલકાઇ ઉઠયાં હતા.

ભરૂચ જિલ્લામાં ધોળી, પિંગુટ અને બળદેવા જળાશયમાં જીવંત જથ્થો માત્ર 6.29 મિલિયન કયુબિક મીટર છે. જયારે નર્મદા જિલ્લામાં કરજણ, કાકડીઆંબા અને ચોપડવાવમાં જીવંત જથ્થો 213.54 મિલિયન કયુબિક મીટર રહેલો છે.

નર્મદા જિલ્લાનાં જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા 542.78 મિલિયન કયુબિક મીટર છે. જયારે ભરૂચ જિલ્લાનાં 3 જળાશયોની કુલ જીવંત જળસંગ્રહ ક્ષમતા 27.67 મિલિયન કયુબિક મીટર છે. કરજણ ડેમમાં હાલ 870 કયુસેક પાણીની આવક થઇ રહી હોવાથી ડેમ 42.47 ટકા ભરાયો છે. મધ્યમ સિંચાઇ યોજનાનાં 6 જળાશયો પર નિર્ભર 286 ગામનાં ખેડૂતોને આગામી મહિનામાં ખેતી માટે કપરી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

કયાં જળાશયમાં કેટલો જીવંત જથ્થો

જળાશય ટકા

કરજણ42.47%

ધોળી39.24%

ચોપડવાવ29.38%

બલદેવા14.97%

પિંગુટ22.34%

કાકડીઆંબા25.72%

નહિવત વરસાદની આશા વચ્ચે શિયાળાથી સિંચાઇની સમસ્યાં સર્જાવાની શકયતા

6 જળાશયો સરેરાશ 29 ટકા ભરાયાં

અન્ય સમાચારો પણ છે...