તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ-નર્મદામાં 2,000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ,અંકલેશ્વર, ઝઘડીયા અને રાજપીપળામાં ઉભા કરવામાં આવેલાં 06 કૃત્રિમ જળાશયોમાં 2,000 કરતાં વધારે માટી તથા પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પર્યાવરણને પ્રદુષિત થતું અટકાવવા માટે દિવ્યભાસ્કરે માટીના ગણેશ અભિયાન શરૂ કર્યું હતું જેમાં સંસ્થાઓ તથા તંત્રએ લોકોને અપીલ કરી હતી જેને ગણેશ ભકતોએ ઉત્સાહભેર આવકારી હતી. ગત વર્ષે 1800 પ્રતિમાઓનું વિસર્જન થયું હતું જેની સંખ્યામાં વર્ષે વધારો થયો છે.

ઉનાળામાં મૃતપ્રાય બનેલી નર્મદા નદીમાં ચોમાસામાં નવા નીરની આવક થતાં નદી ફરીથી જીવંત બની છે. નર્મદા નદીમાં પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના વિસર્જનથી પાણી પ્રદુષિત થવાની તથા જળચરોને નુકશાન થવાની શકયતાઓ રહેલી છે. દિવ્યભાસ્કરે માટીના ગણેશ અભિયાન શરૂ કરી લોકોને તેમની માટીની બનેલી મંગલમૂર્તિઓનું ઘરે એક પાત્રમાં તથા પીઓપીની પ્રતિમાઓનું કૃત્રિમ જળકુંડોમાં વિસર્જન કરવા અપીલ કરી હતી. અભિયાનમાં સંસ્થાઓ તથા તંત્ર સહભાગી બન્યું છે. બંને જિલ્લામાં 2,000 કરતાં વધારે ગણેશજીની પ્રતિમાઓનું કૃત્રિમ જળાશયમાં વિસર્જન કરાયું હતું.

ભરૂચ શહેરમાં ઝાડેશ્વર સાંઇ મંદિર નજીક કૃત્રિમ જળાશય બનાવવામાં આવ્યું હતું. જળાશય ખાતે વહેલી સવારથી ભકતોની ભીડ ઉમટી હતી અને તેમની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. નર્મદા નદી તથા પર્યાવરણના જતન માટે આપેલા યોગદાનનો ઉત્સાહ તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતો હતો. અંકલેશ્વરમાં જળકુંડ, DPMC અને GIDC ખાતે કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યાં હતાં. તેવી રીતે ઝઘડીયાના મઢી ઘાટ ખાતે અને રાજપીપળામાં કરજણ નદીના ઓવારે કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન કરાયું હતું.

પીઓપી જલદી ઓગળતું નથી

^પીઓપીજલદી ઓગળતું નથી જેના કારણે ધાર્મિક લાગણી દુભાઇ છે. કૃત્રિમ જળાશયોમાં વિસર્જનથી પર્યાવરણને નુકશાન અટકે છે સાથે ઉત્સવની ગરિમા પણ જળવાઇ રહે છે. કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કર્યાનો આનંદ છે. >ભુપેન શર્મા,રહેવાસી,ભરૂચ

વિસર્જન કૃત્રિમ જળા-શયમાં કરવું જોઇએ

^અમારાઘરમાં માટીની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી હતી. નદી કિનારે આવેલાં ઘાટો ખાતે ગંદકીની સમસ્યા પણ રહેતી હોય છે. પર્યાવરણની જાળવણી માટે અમે અમારી મૂર્તિનું કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરી રહયાં છીએ. >દીપલક્ષ્મી દેશમુખ,રહેવાસી,ભરૂચ

વધતી જતી પ્રદૂષણની સમસ્યા સામે પર્યાવરણના જતનનો આનંદ લોકોના ચહેરા પર જોવા મળ્યો

{ અંકલેશ્વરમાં 3 કૃત્રિમ જળાશયો ખાતે ભકતોનો ભારે ધસારો

{ ભરૂચમાં ઝાડેશ્વર સાંઇમંદિર નજીક કૃત્રિમ જળાશય બનાવાયું

{ દિવ્ય ભાસ્કરની માટીના ગણેશ ઝૂંબેશને ઉત્સાહભેર આવકારી

અન્ય સમાચારો પણ છે...