તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તોની દુંદાળાદેવને હેતભરી વિદાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ-નર્મદાજિલ્લામાં 10 દિવસનું આતિથ્ય માણી રવિવારે અનંત ચૌદશના દિવસે દુંદાળાદેવે વિદાય લીધી હતી. વહેલી સવારથી વાજતે ગાજતે શ્રીજી સવારીઓ નીકળી હતી તેની સાથે વાતાવરણ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગુંજી ઉઠયું હતું. નદીઓ તથા જળાશયોમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.

ગણેશ ચતુર્થીના દિવસે ભાવિક ભકતોએ આસ્થાપૂર્વક ગણેશજીની સ્થાપના કરી હતી. દસ દિવસ સુધી ગણપતિ દાદાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ગુરૂવારે અનંત ચૌદશના દિવસે શ્રીજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વહેલી સવારથી ગણેશ મંડળો ખાતે યુવાવર્ગ અને શ્રધ્ધાળુઓ એકત્ર થવા લાગ્યાં હતાં. ડીજે અને ઢોલના તાલે ગણેશજીની શાહી સવારીઓ નીકળી હતી. ભરૂચ શહેરમાં સોનેરી મહેલ ખાતે અગ્રણીઓએ આરતી ઉતારી વિસર્જનયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ઘરમાં સ્થાપિત કરાયેલા ગણેશજીની પ્રતિમાઓને કાર, સ્કુટર અને રીકશા જેવા વાહનોમાં લઇ જવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળેલી ગણેશ સવારીઓએ ભારે આર્કષણ જમાવ્યું હતું. વિસર્જનયાત્રાના રૂટ પર બંને તરફ ભકતોની ભીડ જામી હતી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. શ્રધ્ધાળુઓએ ભીની આંખે દુંદાળાદેવને વિદાય આપી હતી. ભરૂચ, અંકલેશ્વર, ઝઘડીયા, વાલીયા, નેત્રંગ, રાજપીપળા, કેવડીયા, તિલકવાડા, વાગરા, ગરૂડેશ્વર સહિતના નગરોમાં ગણેશ વિસર્જનનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આવતા વર્ષે ફરી પધારવાના ઇજન સાથે વિધ્નહર્તાને હેતભરી વિદાય અપાઇ હતી.

ઝઘડિયામાં તરવૈયા વિના વિસર્જન અટક્યું

ઝઘડીયા-આસપાસનાગામોની પ્રતિમાઓનું વિસર્જન મઢી ઘાટ ખાતે કરવામાં આવે છે. મઢી ઘાટ ખાતે સવારથી તરવૈયા નહિ હોવાથી વિસર્જન અટકી પડયું હતું. તરવૈયાની જવાબદારી કોની તે નકકી કરવામાં તંત્રને સમય લાગી ગયો હતો. બપોર બાદ તરવૈયા આવતાં વિસર્જન શરૂ થયું હતું.

ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું ફીર સે ના ગગનભેદી નારા ગુંજી ઉઠ્યાં

ભરૂચ અને નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીનું વિસર્જન સંપન્ન

અન્ય સમાચારો પણ છે...