સાયખામાં અંગત અદાવતે મારામારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |વાગરા તાલુકામાં આવેલાં સાયખા ગામે બે પરિવારના સભ્યો વચ્ચે અંગત અદાવતે બોલાચાલી થઇ હતી. જોતજોતામાં તેમની વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં તેમની વચ્ચે મારામારી થઇ હતી. જેમાં ગામમાં રહેતાં રાજૂ રમણ રાઠોડે આવેશમાં આવી બાલુ રમણ માથામાં સળીયો મારી ઇજા કરી હતી. જ્યારે સરોજ રમણ રાઠોડને બાલુ સોમા રાઠોડે માથામાં પાળિયું મારી ઇજાઓ પહોચાડી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં વાગરા પોલીસ મથકે ગુનો નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...