તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી

ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચઅને નર્મદા જિલ્લામાં આજે ગુરૂવારે મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે મેહૂલિયાની મહેર રહી હતી. ગઇકાલે બુધવારે મેઘરાજાએ આમોદ, હાંસોટ તેમજ વાલિયા પંથકમાં નોંધપાત્ર હાજરી આપી હતી. જ્યારે આજે ગુરૂવારે આમોદ, અંક્લેશ્વર તેમજ નેત્રંગ પંથકમાં મેહૂલિયો વરસ્યો હતો. ઉપરાંત અન્ય વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપટા યથાવત રહ્યાં હતાં. બીજી તરફ નર્મદા જિલ્લામાં આજે ગુરૂવારે વાતાવરણમાં અચાનક પલટો અનુભવાયો હતો. આકાશમાં એકાએક વાદળોની ફોજ ઉતરી આવવા સાથે ઠંડા પવનો ફુંકાયાં બાદ મેઘાની મહેર શરૂ થઇ ગઇ હતી. રાજપીપળા સહિત ગરૂડેશ્વર, તિલકવાડા તેમજ અન્ય વિસ્તારોમાં પણ મેઘમહેર રહેતાં છુટાછવાયા ઝાપટાં પડ્યાં હતાં. પંથકમાં વરસાદની હાજરી થતાં વાતાવરણમાં પણ બદલાવ અનુભવાયો હતો.

એકાએક ઠંડા પવનો ફુંકાયાં બાદ મેઘાની મહેર શરૂ થઇ હતી

મોડી સાંજે વાતાવરણમાં પલટો : મેહૂલિયા મનમુકીને વરસ્યો

અન્ય સમાચારો પણ છે...