દીપડાઓ પકડવા ફાઇબરના પાંજરાની માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ જિલ્લામાં વન વિભાગના લોખંડના પાંજરામાં દિપડાઓ ઇજાગ્રસ્ત થતા વન્યપ્રેમીઓમાં નિરાશા જોવા મળી રહી છે. તેમણે મહારાષ્ટ્રમાં છેલ્લા 10 વર્ષથી ઉપયોગમાં લેવાઇ છે તેવા ફાઈબરના પાંજરા મુકાય તેવી માંગ કરી છે.

વન વિભાગ પાસે વન્યપ્રાણી પકડવા માટે યોગ્ય પાંજરા પણ નથી.હાલમાં ત્રણ દીપડા પકડાયા તે લોખંડના પાંજરામાં દીપડાના પૂછડા લોક બંધ થતાં કપાઈ ઈજાગ્રસ્ત થયા હતા.લોખંડના પાંજરામા પુરાયેલા દીપડાને લોકો પણ જોવા ટોળેટોળા આવતા હોય છે તેને જોઈ દીપડો તરાપ મારતા અંદરના સળિયાથી દીપડાનું મોઢું અને કપાળ અને દાતમાં ઈજાઓ થાય છે.

ભારતના અધિનિયમમાં સેન્ટ્રલ ઝુ ઓથોરિટીનું સર્ટીફીકેટ મળ્યા પછી જ વન્યપ્રાણીને પકડવા માટેનું પીંજરું મુકવા લઈ શકાય છે પરંતુ અહિ તો વન્યપ્રાણીના આ પાંજરા વગર સર્ટીન નિયમનો ઉલ્લંઘન કરી મુકવામાં આવે છે. મહારાષ્ટ્રમાં વન વિભાગ પાસે 10 વર્ષથી ફાઈબરના પાંજરાનો ઉપયોગ થઈ રહ્યો છે.જેમાં દીપડો પાંજરામાં પુરાઈ તો કોઈને ખબર નથી પડતી અને દીપડો પણ અંદર સુરક્ષિત રહે છે.આવા પાંજરા સુરત જિલ્લામાં લાવવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભરૂચમાં આવા પાંજરા મુકવામાં આવે તેવી વન્યપ્રેમીઓએ માંગ કરી છે.

ભરૂચમાં દીપડાઓને પકડવા ફાઇબરના પાંજરા મુકવામાં અાવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...