તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • મિયાગામ બ્રાંચ કેનાલ પર સોલાર વીજળી ઉત્પાદન કરશે

મિયાગામ બ્રાંચ કેનાલ પર સોલાર વીજળી ઉત્પાદન કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડાતાલુકામાંથી પસાર થતી મિંયાગામ બ્રાંચ કેનાલમાં તા.28 નવેમ્બર થી તા.8 ડિસેમ્બર સુધી સોલાર પાવર પ્રોજેક્ટ માટે કેનાલમાં સમારકામ કરવાનું હોવાથી કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે.10 દિવસ કેનાલના પાણી બંધ રહેવાથી ખેડુતોને હાલાકી પડશે. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સંખેડા તાલુકામાંથી પસાર થતી મિંયાગામ બ્રાંચ કેનાલ મારફતે ખેડુતોને પીવાનું પાણી ઉપરાંત ભરુચને પીવાનું પાણી પણ મળે છે.મિંયાગામ બ્રાંચ કેનાલ ઉપર હાલમાં જાપાનની કંપની ઝીકા સોલાર વીજળીના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ કરી રહી છે. કેનાલમાં સાંકળ 13-250 થી 16-700 મીટર ઉપર સોલાર પાવર પ્રોજેક્ટ 10 મેગાવોટનો ઉભો કરવાનો છે. પ્રોજેક્ટની કામગીરી થયા બાદ કેનાલના વિસ્તારમાં કોઇ નવિન બાંધકામ થઇ શકે નહી.જેથી હાલમાં સમારકામની કામગીરી માટે

...અનુસંધાન પાના નં.2

તા.28મી ડિસેમ્બરથી તા,8મી નવેમ્બર સુધી 10 દિવસ માટે કેનાલનું પાણી બંધ રાખવાનું છે.આ કેનાલ ઉપર આશરે બે લાખ હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળે છે.કેનાલના પાણી ખરા જરુરિયાતના સમયે બંધ કરવાનો નિર્ણય કરાયો છે.







મિયાગોમબ્રાન્ચ કેનાલ તુટી જતાં સમારકામ કરાશે.તસવીર સંજયભાટીયા

વીજળીનો નવો સોર્સ ઉભો કરાશે

કેનાલપર સોલાર પાવર પ્રોજેક્ટ ઉભો થવાથી વિસ્તારમાં નવો વીજળીનો સોર્સ ઉભો થવાનો છે.જેનો વિસ્તારની પ્રજાને લાભ મળવાનો છે,સંખેડા તાલુકામાંથી પસાર થતી મિંયાગામ બ્રાંચ કેનાલ વિવિધ જગ્યાએ ગેટ પાસે હાલમાં સોલાર પાવર પ્રોજેક્ટનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે.

સંખેડા તાલુકાનાં ખેડૂતોને કેનાલમાંથી પાણી તા.28 નવેમ્બર થી તા.8 ડિસેમ્બર સુધી નહી મળે

અન્ય સમાચારો પણ છે...