ભરૂચ શહેરની શાળામાં ગ્રંથપાલ દિન ઉજવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરની શાળામાં ગ્રંથપાલ દિન ઉજવાયો

ભરૂચ | પુસ્તકોએમનુષ્ય માટે જીવતા - જાગતાં દેવતા સમાન છે. વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેની રૂચિ વધે તેમજ જિજ્ઞાસાવૃત્તિ વધુને વધુ કેળવાય તે હેતુસર ભરૂચ શહેરમાં આવેલી પ્રાર્થના વિદ્યાલય દ્વારા ગ્રંથપાલ દિનની ઉજવણી કરી હતી. જેના અનુસંધાનમાં શાળાના પટાંગણમાં પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પ્રદર્શનમાં મુકવામાં આવેલાં વિવિધ પુસ્તકો વિશે માહિતી મેળવી હતી. તેમજ વાંચનવૃત્તિ વધારવા તેમજ વાંચન દ્વારા વિચારફલક વિસ્તારવા અંગે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...