• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • આજે બૌડા નાબૂદી માટે રેલીમાં રાજ્યમાંથી પણ ખેડૂતો ઉમટશે

આજે બૌડા નાબૂદી માટે રેલીમાં રાજ્યમાંથી પણ ખેડૂતો ઉમટશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ-અંકલેશ્વરઅર્બન ઓથોરીટી રદ કરાવવા સોમવારે દૂધધારા ડેરીથી કલેકટર કચેરી સુધી જિલ્લા ખેડૂત સમાજ આયોજિત મહારેલીમાં 10000 થી વધુ ખેડૂતોને ભેગા કરવાના લક્ષ્યાંકમાં ગુજરાત ખેડૂત સમાજનાં આગેવાનો પણ મોટી સંખ્યામાં સમર્થનમાં જોડાવાના છેે.

ભરૂચ જિલ્લા ખેડૂત સમાજમાં ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીનો વિરોધ હવે તેજ બન્યો છે. શુક્રવારે જિલ્લા ખેડૂત સમાજે પત્રકાર પરીષદ યોજી બૌડામાં સમાવિષ્ઠ ભરૂચ-અંકલેશ્વરનાં 89 ગામનાં ખેડૂત આગેવાનો સાથે બૌડા રદ કરાવવા સંદર્ભે રણનિતી ઘડી હતી. ખેડૂત સમાજનાં પ્રમુખ નિપુલ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ કરમરીયા સહિતનાં આગેવાનોએ બૌડાથી ખેડૂતોને થતા નુકસાનનો ચિતાર આપી બૌડાને રદ કરાવવા પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

વિસ્તારમાં આવતા ખેડૂતો અને પ્રજાને બાંધકામ માટે બૌડાની પરવાનગી લેવી પડે છે. બૌડામાં ખેડૂતોની 40 ટકા જમીન કોઇપણ જાતનાં વળતર આપ્યાં વગર લઇ લેવામાં આવી છે. બૌડા રદ કરવાની માંગણી સાથે સોમવારે દૂધધારા ડેરીનાં ગ્રાઉન્ડ ખાતેથી 10000 થી 12000 ખેડૂતો એકત્ર થઇ મહારેલી કાઢશે. જે નંદેલાવ ઓવરબ્રિજ, શક્તિનાથ થઇ કલેકટર કચેરીએ પહોંચશે. જયાં કલકેટરને આવેદન અપાશે. સાથે બૌડાનાં વિરોધમાં 5000 ખેડૂતો વ્યક્તિગ એફીડેવીટ પણ આપશે. બૌડાનાં વિરોધમાં યોજાનારી જંગી રેલીને સફળ બનાવવા ગુજરાત ખેડૂત સમાજે પણ સમર્થન આપ્યું છે. રાજયભરમાંથી ખેડૂતો આગેવાનો સોમવારે ભરૂચમાં ઉમટી પડવાનાં છે. 30થી વધુ ટ્રેકટરો, 200 થી વધુ બાઇક અને 50 થી વધુ કાર સહિતનાં વાહનોમાં સવાર થઇ ખેડૂતો બૌડા રદ કરવાની માંગણી સાથે રેલી કાઢશે.

અલગ અલગ વાહનોમાં કલેકટર કચેરી સુધી રેલી કાઢશે

ભરૂચમાં 10,000 થી વધુ ખેડૂતોને ભેગા કરવાનો લક્ષ્યાંક

અન્ય સમાચારો પણ છે...