તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ઢોર ડબ્બા અને ડમ્પિંગ સાઇટની જગ્યા માટે ટુંક સમયમાં નિર્ણય

ઢોર ડબ્બા અને ડમ્પિંગ સાઇટની જગ્યા માટે ટુંક સમયમાં નિર્ણય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરમાં ઢોર ડબ્બા,ડમ્પિંગ સાઇટ માટે જગ્યાની ફાળવણી અંગે ટુંક સમયમાં નિર્ણય લેવાશે. પાલિકાએ સૂચિત જગ્યાઓ સાથેની દરખાસ્ત કલેકટર કચેરીમાં મોકલી આપી છે. પાલિકા પાસે ઢોર ડબ્બાની જગ્યા નથી જયારે હાલની ડમ્પિંગ સાઇટ વિવાદમાં આવતાં નવી સાઇટની જરૂરિયાત ઉભી થઇ છે.

ભરૂચ નગરપાલિકા પાસે ઢોર ડબ્બાની જગ્યા નથી. શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ વધી ગયો છે ત્યારે પાલિકા જગ્યા શોધવા નીકળી છે. શહેરના માર્ગો પર રખડતાં ઢોરને કારણે અકસ્માતના બનાવો વધી રહયાં છે. પાંજરાપોળના સંચાલકો રખડતાં પશુઓને રાખવાનો ઇન્કાર કરી રહયાં છે. ઢોર ડબ્બાના અભાવે રખડતાં પશુઓને પકડીને રાખવા કયાં તેનો સવાલ પાલિકા સામે ઉભો થયો છે. રખડતા ઢોર માટે પાલિકાએ તંત્ર પાસે 2 એકર જગ્યાની માંગણી કરી છે. 4 જગ્યાઓ સાથેની દરખાસ્ત કલેકટર કચેરીમાં મોકલી આપી છે.

શહેરના કચરાના નિકાલ માટે હાલ જુના સરદારબ્રિજ પાસે ડમ્પીંગ સાઇટ આવેલી છે જયાં રોજના 140 ટન કચરાનો નિકાલ કરાય છે. ડમ્પિંગ સાઇટમાં વૈજ્ઞાનિક ઢબથી કચરાનો નિકાલ થતો નહિ હોવાથી માંડવાના રહીશે ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ કર્યો છે. જેના કારણે પાલિકાએ નવી ડમ્પિંગ સાઇટ માટે જગ્યાની શોધખોળ શરૂ કરી છે. તવરા-મોટાસોરવામાં ડમ્પિંગ સાઇટ સામે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ડમ્પિંગ સાઇટ માટેના વિકલ્પો સાથેની દરખાસ્ત કરાઇ છે. કલેકટર કચેરીમાં મોકલેલા દરખાસ્તો અંગે નિર્ણય લેવાઇ તેવી શકયતા છે.

ઢોર ડબ્બાના અભાવે પાલિકા પશુઓને પકડવામાં લાચાર

ભરૂચ પાલિકાએ કલેકટરકચેરીમાં દરખાસ્ત મોકલી છે

અન્ય સમાચારો પણ છે...