• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ગોલ્ડનબ્રિજના ટ્રાફિકમાં કોંગ્રેસના નેતાઓ અટવાયાં

ગોલ્ડનબ્રિજના ટ્રાફિકમાં કોંગ્રેસના નેતાઓ અટવાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાગોલ્ડનબ્રિજ પર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાનો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને સામનો કરવો પડયો હતો. સાંસદ અહમદ પટેલ પીરામણ આવ્યાં હોવાથી બંને નેતાઓ તેમને મળવા આવ્યાં હતાં.

ગોલ્ડનબ્રિજ પર શનિવાર- રવિવારે વાહનોનું ભારણ વધતાં ટ્રાફિકજામ રહેતો હોય છે. બ્રિજના ટ્રાફિકજામમાં કોંગ્રેસના બે નેતાઓ અટવાયાં હોવાનું જાણવા મળી રહયું છે. સાંસદ અહમદ પટેલ તેમના વતન પીરામણમાં હોવાથી મળવા માટે કોંગી નેતાઓ આવી રહયાં છે.

ગુ.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી,વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આવ્યાં હતાં. ગોલ્ડનબ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે તેમનો કાફલો ગોલ્ડનબ્રિજના ટ્રાફિકમાં અટવાઇ ગયો હતો. થોડા સમય બાદ ટ્રાફિક ખુલતાં રવાના થઇ ગયાં હતાં. ગોલ્ડનબ્રિજ પર નવો બ્રિજ બનાવા આનંદીબેન પટેલે ડીસેમ્બર મહિનામાં ભૂમિપૂજન કર્યું હતું પણ આજદિન સુધી ઉડીને આંખે વળગે તેવી કામગીરી કોન્ટ્રાકટરે કરી નથી તેવી લોકો ફરિયાદ કરી રહયાં છે.

ગોલ્ડનબ્રિજ પર નવા બ્રિજનું ખાતમૂહુર્ત કર્યું હતુ

નેતાઓ પીરામણ ગામે આવવા નિકળ્યા હતાં

અન્ય સમાચારો પણ છે...