તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેજ-1નું અનુસંધાન...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ડસ્ટ્રીઝપર રોક લગાવી દેવાઇ હતી. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનું શાસન આવતા અાજે સ્થિતિ બદલાઇ ગઇ છે. પર્યાવરણ મંત્રીને ક્રિટિકલ ઝોન મુદ્દે વાત કરતા તેઓ આજે ફાસ્ટેક મંત્રીની જેમ ઓર્ડર લઇ આવી ગયા છે.

ભરૂચજિલ્લો પહેલાં...

વિજયરૂપાણી જયારે રાજકારણમાં પા પા પગલી ભરતાં હતાં ત્યારથી ભરૂચ જિલ્લો વિકસિત છે. અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતની સ્થાપના સમયથી એશિયાની નંબર 1 ઔદ્યોગિક વસાહત તરીકેનું મોભાદાર સ્થાન જાળવી રહી છે અને આજે પણ છે. જિલ્લાનો વિકાસ કોણે કર્યો અને કયારે કર્યો એનાથી ભરૂચ જિલ્લાનો પ્રત્યેક નાગરિક વાકેફ છે. મુખ્યમંત્રીએ જે દાવા કર્યા છે તે પોકળ છે અને જુઠ્ઠા છે.

ભરૂચ જિલ્લામાં વિકાસની હરણફાળમાં ભાજપનો ફાળો શૂન્ય છે. વર્ષોથી ભરૂચ જિલ્લો વિકસિત રહયો છે અને તે અહીંની જનતાને કારણે છે. ક્રિટિકલ ઝોન હટાવી લેવાની જાહેરાત માત્ર ચૂંટણીલક્ષી સ્ટંટ છે. વિકાસ ની સામે કોંગ્રેસનો વિરોધ નથી પણ વિકાસ લોકોના સ્વાસ્થય તેમજ પર્યાવરણના ભોગે હોવો જોઇએ. રોજગારી સહિત તમામ બાબતોની જિલ્લાની જનતા સુખાકારી ભોગવે તેને વિકાસ કહેવાય. પર્યાવરણ મંત્રી અને મુખ્યમંત્રી એક દિવસ અંકલેશ્વરમાં એક રાત રોકાઇ તો તેમને ખબર પડે કે સ્થાનિક લોકો કેવી હાડમારી ભોગવી રહયાં છે. ક્રિટિકલ ઝોન બાબતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, હું આવનારી પેઢીને પ્રદુષણ મુકત વાતાવરણમાં ઉછરતી જોવા માંગું છું. નિવેદનના 4 માસ બાદ ક્રિટિકલ ઝોનને હટાવી લેવા નિર્ણય ફકત રાજકીય સ્ટંટ છે.

દેશનેવૈચારિક-વ્યવસાયિક...

વિકાસએક સાથે થઇ રહ્યો છે.

આજે અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતને 6 વર્ષથી લાગેલા પ્રદૂષણનાં બંધનથી મુક્ત કર્યા છે. ઉદ્યોગકારોને વિકાસ કરવા માટે નવો સૂરજ ઉગ્યો છે ત્યારે તેને ટકાવી રાખી પ્રદૂષણ રહિત વિકાસની નવી ક્ષિતિજો હાંસલ કરી દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરવા ઉદ્યોગકારોએ કટિબદ્ધ થવુ પડશે.

નર્મદામૈયાને પ્રેમ કરશો તો પ્રેમ આપશે : નર્મદાનેપ્રદૂષણથી અટકાવવાની જવાબદારી આપણી છે. માં નર્મદાનું પ્રદુષણ અટકાવા કેન્દ્રિય મંત્રીએ જિલ્લાની પ્રજાને અપીલ કરી હતી. નર્મદા મૈયાને પ્રેમ કરશો તો પ્રેમ આપશે. તેને પ્રદૂષણથી ખરાબ કરશો તો જીવદાયીની તમને તમાચો પણ મારશે.

નોટબંધીઅને બેંકબંધી...

જિલ્લામાંપણ અાવી સ્થિતિ હતી. રવિવારે એસબીઆઇનાં એટીએમમાં પણ રહેલી કેશ ખાલી થઇ જતા ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 600 થી વધુ એટીએમ પણ કેશનાં અભાવે બંધ રહેતા પ્રજાને રોકડા કયાંયથી નહિ મળે. સોમવારે સવારે બેંકો ખૂલતા જો રિઝર્વબેંક તરફથી પૂરતા પ્રમાણમાં કેશ ફળવાશે તો બેંક અને એટીએમમાં કેશ આવશે. બન્ને જિલ્લામાં હાલ રૂ. 25 થી 30 કરોડ કેશની જરૂર છે. જે કેશ થકી બેંકો અને એટીએમનો વ્યવહાર ચાલે છે. જોકે રિઝર્વ બેંક તરફથી બન્ને જિલ્લામાં માત્ર ~8થી 9 કરોડની કેશ મળતી હોવાથી રોકડાને લઇ સ્થિતિ વિકટ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...