તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • નોંધણા ગામે કેનાલમાં ડૂબેલાં કામદારનો મૃતદેહ આખરે મળી

નોંધણા ગામે કેનાલમાં ડૂબેલાં કામદારનો મૃતદેહ આખરે મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસરનાનોંધણા ગામની સીમમાં નર્મદા કેનાલમાં ડુબી ગયેલાં ઓએનજીસીના કામદારનો આખરે આજે મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ વિકૃત થઇ ગયો હોઇ પોલીસે સ્થળ ઉપર પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જંબુસરના નોંધણા ગામની સીમમાં ઓએનજીસી કંપની દ્વારા ગેસ-ઓઇલ માટે સોઇલ ટેસ્ટિંગનું કામ કરવામાં આવી રહ્યું હોઇ પાણીની જરૂરિયાત સર્જાતાં ત્યાં કામ કરી રહેલો મુળ આણંદના ખંભાત વિસ્તારનો રાહૂલ અમરસંગ પરમાર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણી લેવા માટે ગયો હતો. દરમિયાન કોઇ કારણસર તેનું સંતુલન નહીં રહેતાં કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બનાવ સંદર્ભે કંપનીના કામદારોને જાણ થતાં તેમણે તાત્કાલિક અસર લાશ્કરોની મદદથી તેને શોધવાની કવાયત હાથ ધરી હતી.

મૃતદેહ વિકૃત થઇ ગયો હોઇ સ્થળ ઉપર મોર્ટમ કરાયું

અન્ય સમાચારો પણ છે...