તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

22 એટીએમ માંથી લોકોને રોકડા મળી રહ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીવચ્ચે શનિવારે રજા હોવાથી બેંકો પણ બંધ હોય કેશ મેળવવા માટે લોકોને એક એટીએમથી બીજા એટીએમ માટે દિવસભર દોટ લગાવવી પડી હતી. ભરૂચ શહેરનાં 94 પૈકી માત્ર એસબીઆઇનાં 22 એટીએમમાં કેશ હોવાથી વહેલી સવારથી રાત સુધી એસબીઆઇનાં અટીએમ પર રોકડા મેળવવા લોકોની કતારો ખડકાયેલી રહી હતી.

નોટબંધી બાદ બેંકોને ખૂબ અપૂરતા પ્રમાણમાં રિઝર્વ બેંક તરફથી કેશ ફાળવવામાં આવી રહી હોય ભરૂચ અને નર્મદા જિલ્લાની 312 બેંકો અપૂરતી કેશથી લાચાર બની ગઇ છે. શનિવારે નોટબંધી વચ્ચે બેંકબંધી પણ હોવાથી પ્રજાને રોકડા માટે એટીએમ સેન્ટરો પર દિવસભર રઝળપાટ કરવો પડયો હતો. તેમા પણ શહેરનાં 94 એટીએમ પૈકી માત્ર એસબીઆઇનાં 22 એટીએમમાં કેશ હોવાથી વહેલી સવારથી મોડી રાત સુધી એસબીઆઇનાં એટીએમ બહાર કેશ ઉપાડવા લોકોની લાંબી કતારો ખડકાયેલી રહી હતી.

અન્ય તમામ બેંકોનાં એટીએમ કેશનાં અભાવે બંધ હોવાથી તેના શટરો પડેલા રહ્યાં હતા. શહેર સાથે ...અનુસંધાન પાના નં.2

જિલ્લામાં પણ અાવી સ્થિતિ હતી. રવિવારે એસબીઆઇનાં એટીએમમાં પણ રહેલી કેશ ખાલી થઇ જતા ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 600 થી વધુ એટીએમ પણ કેશનાં અભાવે બંધ રહેતા પ્રજાને રોકડા કયાંયથી નહિ મળે. સોમવારે સવારે બેંકો ખૂલતા જો રિઝર્વબેંક તરફથી પૂરતા પ્રમાણમાં કેશ ફળવાશે તો બેંક અને એટીએમમાં કેશ આવશે. બન્ને જિલ્લામાં હાલ રૂ. 25 થી 30 કરોડ કેશની જરૂર છે. જે કેશ થકી બેંકો અને એટીએમનો વ્યવહાર ચાલે છે. જોકે રિઝર્વ બેંક તરફથી બન્ને જિલ્લામાં માત્ર રૂ. 8 થી 9 કરોડની કેશ મળતી હોવાથી રોકડાને લઇ સ્થિતિ વિકટ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...