ભરૂચના ભરથાણામાં ઝેરી દવા પી જતાં આધેડ ગંભીર
ભરૂચ |ભરૂચ તાલુકામાં આવેલાં ભરથાણા ગામે રહેતો રણછોડ જીવન વસાવા કોઇ કારણસર પોતાના જીવનથી કંટાળીગયો હોઇ તેણે આવેશમાં આવી જઇ ખેતરે ગયાં બાદ ઝેરી દવા પી જતાં તેની હાલત લથડી હતી. તેને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં નબીપુર પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી છે. આધેડે ઝેરી દવા ગટગટાવાના ઘટના અંગે પોલીસે કયા કારણોસર પગલુ ભર્યુ તેની તપાનો દોર લંબાવ્યો છે.