તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • સંખવાડ પંચાયતની જમીનમાં દબાણ કરનાર સામે કલેક્ટરને આવેદન

સંખવાડ પંચાયતની જમીનમાં દબાણ કરનાર સામે કલેક્ટરને આવેદન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલાં સંખવાડ ગામે સરકારી જમીન ઉપર દબાણ કરવા તેમજ સરકારી મિલ્કતને નુકશાન કરવાના મામલે મદ્રેસાનું કામ કરાવી રહેલાં આગેવાનો સાથે વાતચીત કરવા જતાં મહિલા સરંપચને આગેવાનોએ જાતિવિષયક અપશબ્દો ઉચ્ચારવાના મામલે તેમની સામે કાર્યવાહી કરવા માટે સરંપચે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.

જિલ્લા સમાહર્તાને આપેલાં આવેદનપત્ર અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં સંખવાડ ગામે આવેલી મદ્રેસાનું કામ કરાવી રહેલાં આગેવાનો સાદિક અબ્દુલ મન્સુરી તેમજ સલીમ અહમદ મન્સુરી ( પેન્ટર ) દ્વારા પંચાયતની માલિકીની જમીનમાં પંચવટી કંપાઉન્ડ તેમજ કુવા ઉપર જવા માટેના આરસીસી રોડ તથા પ્રાથમિક શાળા સુધી જતી પાણીનો પાઇપ લાઇન ઉપરાંત આંગણવાડીની અંદર આવેલાં શૌચાલયનો ખાળકૂવો તોડી નાંખી મદ્રેસાની ઇમારતનું બાંધકામ શરૂ કરવામાં આવતાં તે અંગે એક વર્ષ પહેલાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શારદા રમણ રાઠોડે તાલુકા પંચાયત ખાતે લેખિતમાં જાણ કરી હતી. જે બાદ મદ્રેસાના સંચાલકોએ તેમને મૌખિક બાંહેધરી આપી મદ્રેસાની કામગીરીના કારણે થયેલાં નુકશાનનું રીપેરિંગ કરી આપવાનું જણાવ્યું હતું પરંતુ આજદિન સુધી તે કરાયું હતી. ઉપરાંત વેકેશન બાદ શાળા તેમજ આંગણવાડી સંચાલકોએ પાણી તેમજ શૌચાલય અંગે રજૂઆત કરવામાં આવતાં તેમને પડી રહેલી હાલાકીને મામલે શારદા રાઠોડે તેમના પતિ સાથે મદ્રેસાનું કામ કરાવી રહેલાં આગેવાનો સાદિક અબ્દુલ મન્સુરી તેમજ સલીમ અહમદ મન્સુરીને સમગ્ર મામલા અંગે ચર્ચાવિચારણા કરવા જતાં તેમણે મહિલા સરપંચને જાતિવિષયક અપશબ્દો ઉચ્ચાર્યા હોવાની રાવ સરપંચ શારદા રાઠોડે ભરૂચ કલેક્ટરને કરી હતી.

ભરૂચ

અમને ખોટી રીતે બદનામ કરવાનું કાવતરૂ છે

^અમેમદ્રેસાના સંચાલકમાં આવતાં નથી. મદ્રેસાના સંચાલનનું કામ મુનાવર ભટ્ટી કરે છે. અમે મદ્રેસાનું કામ કરાવ્યું નથી. ગામમાં અમાને બદનામ કરવાના આશયથી અમારૂ નામ ખોટી રીતે સંડાવી લઇ અમને બદનામ કરવાનું કાવતરૂ કર્યું છે.> સાદિકઅબ્દુલ મન્સુરી,

અન્ય સમાચારો પણ છે...