• Gujarati News
  • ભરૂચ પાલિકામાં બે બેઠકનો વધારો : 3 વોર્ડ ઘટ્યાં

ભરૂચ પાલિકામાં બે બેઠકનો વધારો : 3 વોર્ડ ઘટ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચપાલિકાના નવા સીમાંકનની શનિવારે જાહેરાત કરવામાં આવી છે જેમાં ત્રણ વોર્ડનો ઘટાડો થયો છે પરંતુ તેની સામે વોર્ડ સભ્યોની સંખ્યામાં 2 સભ્યોનો વધારો થયો છે. પાલિકાની ચૂંટણી હવે 11 વોર્ડ અને 44 બેઠકો માટે લડાશે. મકતમપુર, બોરભાઠા બેટ અને ઝાડેશ્વરના દુબઇ ટેકરી વિસ્તારનો વોર્ડ નંબર -6માં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. રાજયના ચૂંટણી આયોગ દ્વારા શનિવારે ભરૂચ નગરપાલિકાના નવા સીમાંકનની જાહેરાત કરાઇ છે. ભરૂચ નગરપાલિકાના અગાઉ 14 વોર્ડ હતાં પરંતુ નવા સીમાંકનમાં વોર્ડની સંખ્યા ઘટાડીને 11 કરી દેવામાં આવી છે. હાલ નગરપાલિકામાં દરેક વોર્ડમાંથી 3 સભ્યો ચૂંટવામાં આવે છે. રાજય સરકારે ગુજરાત લોકલ ઓથોરીટી લોઝ એકટ 2009થી નગરપાલિકા અધિનિયમમાં કેટલાંક સુધારા કર્યાં છે. જે અન્વયે 50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત કરી દેવામાં આવી છે. ભરૂચ નગરપાલિકામાં સમાવેશના મુદ્દે ઝાડેશ્વરની દુબઇ ટેકરી, મકતમપુર તથા બોરભાઠા બેટ ગામના રહિશોએ વિરોધ નોંધાવી આંદોલનની ચીમકી આપી હતી. નવા સીમાંકનમાં ત્રણેય ગ્રામ પંચાયતોના નિયત કરેલાં વિસ્તારોને નગરપાલિકાના વોર્ડ નંબર 6માં સમાવેશ કરી દેવામાં આવ્યાં છે. નગરપાલિકાના નવા સીમાંકનને પગલે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં દોડધામ જોવા મળી રહી છે. નવા સીમાંકનમાં વર્તમાન અનેક સભ્યોના પત્તા કપાઇ જાય તેવી શકયતાઓ દેખાઇ રહી છે. રાજકીય મોટા માથાઓએ નવા વોર્ડમાંથી ચૂંટણી લડવી પડે તેવા સંજોગો ઉભા થયાં છે.

પાલિકાનું અંતિમ ચિત્ર

વોર્ડનીસંખ્યા11, વસતિ 1,87,793, બેઠકોની સંખ્યા 44, સ્ત્રી બેઠકો 22, અનુ.જાતિ માટે અનામત 02, અનુ. આદિજાતિ માટે અનામત 05, પછાતવર્ગ માટે અનામત 04, કુલ અનામત બેઠકો 28, સામાન્ય બેઠકો 16

વોર્ડ નંબર 6

સૈયદવાડ,મકદુમપાર્ક,ગણેશનગર, કેરવાડા ફળિયું, ચિત્રકુટ સોસાયટી, રાધાકૃષ્ણ સોસાયટી, ચંદ્રદર્શન, શ્રીનિકેતન, બોરભાઠા બેટ, કોઠી ફળિયુ (ઝાડેશ્વર), દુબઇ ટેકરી, વિશ્વનાથ ટાઉનશીપ, હિલવ્યુ ફલેટ, એબીસી કોલોની સહિતનો તમામ વિસ્તાર

વોર્ડ નંબર 10

મદીનાહોટલ,પરદેશીવાડ, સકકરકુઇ, ગોલવાડ, ફાટાતળાવ, કતોપોર સ્લોપ, જવાહરબાગ, જુમ્મા મસ્જિદ, પોસ્ટ ઓફિસ, લાલબજાર, તારાબાઇ મલજી વિદ્યાલય, નારીયેલી બજાર, ડુંગાજી કન્યાશાળા, મહંમદપુરા ગોલવાડ, નન્નુમિયાના નાળા સહિતનો વિસ્તાર

વોર્ડ નંબર 4

પંચવટી,ગંગોત્રીપાર્ક,અયોધ્યાનગર ઝૂંપડપટ્ટી, અયોધ્યાનગર, સર્વોદય સોસાયટી, જલારામ નગર, અપનાઘર, વનવિહાર, ટેકનીકલ હાઇસ્કુલ, રૂત્વા પેલેસ, આસોપાલવ કોમ્પલેકસ, નર્મદા માર્કટ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સરદાર શોપિંગ સેન્ટર, અંબર સંકુલ, મુકિતનગર, ગંગેશ્વર મહાદેવ મંદિર, પંચવટી સોસાયટી સહિતનો તમામ વિસ્તાર

વોર્ડ નંબર 8

સંતોષનગર,સિધ્ધનાથનગર,નગરપાલિકા કચેરી, પાંચબત્તી સર્કલ, રંગઉપવન, મોતીલાલ વીણબાગ, ભીડભંજન ખાડી, વૈરાગીવાડ, ગડરીયાવાડ, મ્યુનિસિપલ ગેરેજ, ફાટાતળાવ, ડભોઇયાવાડ, સાબુગઢ સહિતનો વિસ્તાર

વોર્ડ નંબર 2

જંબુસરજકાતનાકા,નાની રેલવે ફાટક, ગની પ્લાઝા, વ્હાઇટ હાઉસ, આઇપીસીએલ કવાર્ટસ, ડુંગરી, ત્રણ કુવા, ખાટકીવાડ, મહંમદપુરા લાકડાનો ડેન્સો, લીંબુ છાપરી , અંબર શોપિંગ સેન્ટર, નઇમ નગર, મહેફૂજ નગર, જંબુસર નાકા સુધીનો તમામ વિસ્તાર

વોર્ડ નંબર 11

જુનીવ્હોરવાડ,તારકસબની ગલી, કોઠી હરિજનવાસ, આદિવાસી મહોલ્લો, એડુસબાવાની દરગાહ, સોનેરી મહેલ, આચારજીની ચાલ, રતનતળાવ, ઝુલેલાલ મંદિર, જુની કલેકટર કચેરી, હિંદુ ચુનારવાડ, પાયોનીર સ્કુલ, ફૂદીનાવાડી, સીમા ઇલેકટ્રોનિક સહિતનો વિસ્તાર

વોર્ડ નંબર 5

જનતાનગર,સિલ્વરસી શોપિંગ સેન્ટર, સંજય કોલોની, નર્મદા યોજના વસાહત, ખેતીવાડી ફાર્મહાઉસ, આવિષ્કાર એપાર્ટમેન્ટ, કસક, ગોલ્ડનબ્રિજ, સ્ટેશન ગરનાળુ, રેલવે કોલોની, રંગ સોસાયટી, ગીતાપાર્ક, શકિતનાથ અંડરબ્રિજ સહિતનો તમામ વિસ્તાર

વોર્ડ નંબર 9

સિવિલલાઇન્સ,રીવરપાર્ક, દારૂલઉલુમ ઇદગાહ, બંબાખાના, ઇશાકપુરા, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, પીરકાંઠી, ઉંચી મસ્જિદ, નાનીબજાર, વેજલપુર, પારસીવાડ, મુસ્લિમ ખારવાવાડ, વેજલપુર માછીવાડ, બહુચરાજી મંદિર, ડીએસપી બંગલો, ગોકુલનગર, સિવિલ લાઇન્સ સહિતનો વિસ્તાર

વોર્ડ નંબર 3

ભારતીરોહાઉસ, અક્ષરકુંજ, માતરીયા તળાવ, પારિજાતક સોસાયટી, આશુતોષ સોસાયટી, મધુવન, મોઢેશ્વરી હોલ, યોગેશ્વર નગર, શકિતનાથ સર્કલ, શકિતનગર, આનંદનગર, અજંટાનગર, મહાવીર નગર, જે.બી.મોદી પાર્ક, સાબુગઢ ઝૂંપડપટ્ટી સહિતનો તમામ વિસ્તાર

વોર્ડ નંબર 7

લાહોરીગોડાઉન,સિંધુનગર, મોફીસરજીન કંપાઉન્ડ, દાદાભાઇ બાગ, બરાનપુરા, બટુકનાથ વ્યાયામશાળા, બહારની ઉંડાઇ, દાંડીયાબજાર, સ્વામીનારાયણ મંદિર, રતનતળાવ, ચિંગસપુરા, હરિજનવાસ, ધીકુડીયા, ડ્રીમલેન્ડ પ્લાઝા, ગાંધીગ્રામ સોસાયટી સહિતનો વિસ્તાર

વોર્ડ નંબર 1

દહેજબાયપાસથીમોનાપ્લાઝા, શીતલ સ્કેવર, જંબુસર રોડની પશ્ચિમે ભરૂચા હોસ્પિટલ, ફૈયાઝ નગર, આબાદ ટ્રેડ સેન્ટર, માર્કટયાર્ડ, ભરૂચા સોસાયટી, મહંમદપુરા સર્કલ, બંબાખાના, લીમડીચોક, અંબેમાતા વિદ્યાલય, સિવિલ લાઇન્સ, ડીએસપી કચેરી, ફીરદોશ સોસાયટી, તાજ ટાઇલ્સ સહિતનો તમામ વિસ્તાર

ભરૂચ પાલીકાની નવા સિંમાકનની જાહેરાત સાથે 50% મહિલા અનામત : ધુરંધર આગેવાનોને બેઠક પસંદગીની પડોજણ