તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SVMIT કોલેજમાં એન્જિનિયર્સ-ડેની ઉજવણી કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાંઆવેલી સદવિદ્યામંડળ ઇન્સ્ટિટ્યુટ અોફ ટેક્નોલોજી ખાતે સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા એન્જિનિયર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના ટ્રાફિકને લગતાં પ્રશ્નો તેમજ તેના નિરાકરણ માટેની ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં આવેલી સદવિદ્યા મંડળ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી કોલેજમાં એન્જિનિયરિંગ દિનની ઉજવણી અનોખી રીતે કરવામાં અાવી હતી. કોલેજના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ ભરૂચના મુખ્ય માર્ગો ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યાના મુદ્દા પર પ્રેઝેન્ટેશન આપ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એન. ડી. ચૌધરી હાજર રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પ્રો. ડી. એ. પટેલ, વિભાગના વડા પ્રો. રૂચી ગુપ્તા, પ્રો. નયન સોનીએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...