• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • લુવારા ખાતે ગણિત વિજ્ઞાન, પ્રદર્શનમાં 120 કૃતિઓ રજૂ કરાઈ

લુવારા ખાતે ગણિત-વિજ્ઞાન, પ્રદર્શનમાં 120 કૃતિઓ રજૂ કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલાં લુવારા ગામે ભરૂચ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ યોજાયેલાં કાર્યક્રમમાં કુલ 120 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાંથી ઉત્કૃષ્ઠ રહેલી પાંચ કૃતિઓને જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં મોકલવામાં આવશે.

ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ ભરૂચ તાલુકા પંચયાય દ્વારા લુવારા ગામ પાસે આવેલી એમિટી ઇન્ટરનેશલ સ્કૂલ ખાતે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ. એલ. ડોડિયાએ બાળકોને તેમજ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યાં હતાં. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નસીમબાનુ સમીર નબીપુરવાલા, ડાયટ લાઇઝન ઓફિસરો ડો. પ્રિતી ભટ્ટ, રેખા સેજલિયા, ટીપીઇઓ રમેશ આર્ય, બીઆરસી કો-ઓર્ડિનેટર પરિમલસિંહ યાદવ, જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ એમિટી શાળાના ટ્રસ્ટીઓ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં સીઆરસી કક્ષાએથી પસંદ કરેલી કુલ 120 કૃતિઓ તેમજ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યાં હતાં. જેનો ઉપસ્થિત બાળકો, શિક્ષકો, વાલીઓ તેમજ અન્ય શાળાના બાળકો શિક્ષકોએ લાભ લીધોહતો. નિર્ણાયકો દ્વારા પાંચ વિભાગની કૃતિઓની પસંદગી કરી હતી. જેમાં વિભાગ-1માં વેજલપુર શાળા ક્રમાંક-15, વિભાગ -2માં કરમાડ કન્યા શાળા, વિભાગ-3માં પારખેત શાળા, વિભાગ-4માં ટંકારિયા કુમાર શાળા તેમજ વિભાગ-5માં નર્મદા વિદ્યાલયની કૃતિની પસંદગી કરવામાં આવતાં તે પાંચેય કૃતિઓને આગામી જિલ્લાકક્ષાએ યોજાનારા પ્રદર્શનમાં રજૂ કરવામાં આવશે.

ભરૂચ જિલ્લા શિક્ષણ-તાલીમ ભવન આયોજન કરાયું

ઉત્કૃષ્ઠ રહેલી 5 કૃતિઓ જિલ્લાકક્ષાએ ભાગ લેશે

અન્ય સમાચારો પણ છે...