• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ ખાતેની SVMIT કોલેજમાં એન્જિનિયર્સ ડેની ઉજવણી કરાઇ

ભરૂચ ખાતેની SVMIT કોલેજમાં એન્જિનિયર્સ ડેની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાંઆવેલી સદવિદ્યામંડળ ઇન્સ્ટિટ્યુટ અોફ ટેક્નોલોજી ખાતે સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા એન્જિનિયર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના ટ્રાફિકને લગતાં પ્રશ્નો તેમજ તેના નિરાકરણ માટેની ખાસ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજમાં અભ્યાસ કરતાં 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ભરૂચ શહેરમાં આવેલી સદવિદ્યા મંડળ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી કોલેજમાં એન્જિનિયરિંગ દિનની ઉજવણી અનોખી રીતે કરવામાં અાવી હતી. કોલેજના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ ભરૂચના મુખ્ય માર્ગો ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યાના મુદ્દા પર પ્રેઝેન્ટેશન આપ્યું હતું. જેમાં તેમણે શહેરના ઝાડેશ્વર ચાર રસ્તા, તુલસીધામ શાકમાર્કેટ, જ્યોતિનગર ત્રણ રસ્તા, કસક ગરનાળા, રેલવે સ્ટેશન તથા બસ ડેપો પાસે સર્જાતી ટ્રાફિક સમસ્યા ઉપરાંત પાંચબત્તી પાસેનું રોટરી સર્કલ પાસેનું ટ્રાફિકનું ભારણ, શ્રવણ ચાર રસ્તા, મહંમદપુરા, શ્રવણ ચોકડી સહિતના વિસ્તારોમાં થતો ટ્રાફિક જામ સહિત પાર્કિંગના પ્રશ્નો સહિતના મુદ્દાઓને લઇને બારીકાઇપુર્વકનું તૈયાર કરવામાં આવેલું પ્રેઝેન્ટેશન કોલેજના વિદ્યાર્થીઓએ રજૂ કરી તે મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ટ્રાફિકના નિરાકરણ માટે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કેટલાંક સુચનો પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું, ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરવું ટાળવું, શહેરના સ્ટેશન વિસ્તારમાં સ્કાયવોક બનાવવું તેમજ ગોલ્ડન બ્રીજથી દુધધારા ડેરી સુધી ફ્લાયઓવર બનાવવા સહિતના મુદ્દાઓ રજૂ કર્યાં હતાં. કાર્યક્રમમાં ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એન. ડી. ચૌધરી હાજર રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા કો-ઓર્ડિનેટર પ્રો. ડી. એ. પટેલ, વિભાગના વડા પ્રો. રૂચી ગુપ્તા, પ્રો. નયન સોનીએ જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમમાં 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

છાત્રોએ ટ્રાફિક સમસ્યાઓ પર પ્રેજેન્ટેશન આપ્યું

અન્ય સમાચારો પણ છે...