શાળામાં 1,000 વૃક્ષોનું વિતરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલાં નવા તવરા ગામ ખાતે ગાયત્ર પરિવાર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને વૃક્ષોની માવજત અને આજના યુગમાં વૃક્ષોનું મહત્વ સમજાય તે માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને ગ્લોબલ વોર્મિંગની અસર અંગે માહિતગાર કરવા સાથે દરેકે પર્યાવરણની માવજત માટે પોતાની સક્રિય ભુમિકા ભજવવામાં આવે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાના આચાર્ય તેમજ શિક્ષકો સહિત દરેક વિદ્યાર્થીઓને વિવિધ વૃક્ષોના કુલ 1000 છોડ આપવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...