પર્યાવરણનું જતન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલાં નવા તવરા ગામની પ્રાથમિક શાળામાં ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દરેક વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફને 1,000 વૃક્ષોના છોડ આપી ઘરે ઘરે વૃક્ષોનું જતન કરવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

ભરૂચ તાલુકામાં આવેલાં નવા તવરા ગામ ખાતે ગાયત્ર પરિવાર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને વૃક્ષોની માવજત અને આજના યુગમાં વૃક્ષોનું મહત્વ સમજાય તે માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને ગ્લોબલ વોર્મિંગની અસર અંગે માહિતગાર કરવા સાથે દરેકે પર્યાવરણની માવજત માટે પોતાની સક્રિય ભુમિકા ભજવવામાં આવે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉપરાંત શાળાના આચાર્ય તેમજ શિક્ષકો સહિત દરેક વિદ્યાર્થીઓને વિવિધ વૃક્ષોના કુલ 1000 છોડ આપવામાં આવ્યાં હતાં. જે પૈકી શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવા સાથે દરેક વિદ્યાર્થીએ પોતાના ઘરે એક વૃક્ષનું જતન કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો..

કાર્યક્રમમાં શાળાનો સ્ટાફ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો, તલાટી કમ મંત્રી સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. તમામે વૃક્ષારોપણ કરી પર્યાવરણમાં સર્જાયેલી ગ્લોબલ વોર્મિંગની અસરને દૂર કરવાનો પ્રયાસ કરવાની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.

તવરા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. 1000 વૃક્ષોનું જતન કરવાનો ધ્યેય ગાયત્રી પરિવાર તેમજ છાત્રોએ રાખ્યો હતો.

નવા તવરા શાળામાં ગાયત્રી પરિવાર દ્વારા 1,000 વૃક્ષોનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...