• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • આખરે ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિક હળવો બનતા વાહનચાલકો તંત્રને હાશકારો

આખરે ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિક હળવો બનતા વાહનચાલકો-તંત્રને હાશકારો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લાની સૌથી મોટી સમસ્યા તરીકે ઊભરી આવેલ જિલ્લાની વકરતી જતી ટ્રાફિક સમસ્યા વચ્ચે નેશનલ હાઇવે નંબર 8 અને જૂના નેશનલ હાઇવે નંબર 8 ગોલ્ડન બ્રિજની ટ્રાફિક સમસ્યા લોકો માટે શીરોવેદના બની ગઈ હતી જેમાં તંત્રને ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિક ભારણ હળવું કરવા સફળતા મળી છે. છેલ્લા કેટલાક સમયથી બ્રિજ પર વાહનોની લાંબી કતારો લા લાગતી લાંબી કતારો ઓછી થતાં તંત્રએ હાશકારો લીધો છે.

ભરૂચ જિલ્લાની અને ઔતિહાસિક ધરોહર સમાન ગોલ્ડન બ્રિજ જ્યાં 138 વર્ષે પણ અડીખમ છે ત્યાં આઝાદી બાદ બનેલા અન્ય બ્રિજના આજે ખસ્તા હાલ છે. જેને લઇ જિલ્લામાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. ખાસ કરીને જૂનો સરદાર બ્રિજ ભારદારી વાહનો પાબંદી અને માત્ર નવા સરદાર બ્રિજ ટ્રાફિક ભારણ ડાઇવર્ટ થયું છે. જ્યાં આજે પણ વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે. ગોલ્ડન બ્રિજ તરફ ટ્રાફિક ભારણથી બચવા નાના વાહન ચાલકોની અવરજવરથી ટ્રાફિક સમસ્યા વકરી રહી હતી. જેના માટે જિલ્લા પોલીસ, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને જિલ્લા કલેક્ટર દ્વારા સર્વે કરી નિવારણ માટેના કારણો શોધી તેમણે પગલાં ભરતા અંતે તંત્રને ટ્રાફિક ભારણ હળવું કરવામાં સફળતા મળી છે. જેના પરિમામે વાહનચાલકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

ટ્રાફિકની સમસ્યા હળવી બનતાં લોકોએ રાહત અનુભવી. }હર્ષદ મિસ્ત્રી

બને બ્રિજના કામો પણ પ્રગતિમાં

પોલીસ અને બ્રિગેડના જવાનો ફરજ બજાવે છે

ટ્રાફિક ભારણ ઘટવા પાછળના કારણો

સરદાર બ્રિજની સમાંતર હાલ એલ.એન્ડ.ટી દ્વારા રાજ્યના પ્રથમ કેબલ બ્રિજનું કામ 40 ટકા ઉપરાંત પૂર્ણ કરી દીધું છે .જેની કામગીરી આગામી 2016માં પૂર્ણ થવાની સાથે કાર્યરત બનશે. ગોલ્ડન બ્રિજની સમાંતર બ્રિજ માટેની નવી ડિઝાઇનમાં ફેરફાર સાથે હાલમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ભરૂચ તરફનો ભાગે માર્ગ પહોળો કરવા દબાણ દૂર કરી કસક ગરનાળા પર બ્રિજ ઊભો કરવાની કામગીરી ચાલુ છે.

}અંકલેશ્વર તરફના ભાગે વચ્ચે ખુલ્લો માર્ગ હોવાથી વાહન ચાલકો આડેધડ વાહન હંકારી વન વે કરી દેતા હતા જેથી ભરૂચ તરફથી વાહનો આવી શકતા હતા. માર્ગ વચ્ચે ડિવાઇડર ઊભા કરવામાં આવ્યા } ગોલ્ડન બ્રિજને બપોરે 3 થી રાત્રિના 9 સુધી વન વે જાહેર કરી પીકઅવર્સમાં ભરૂચ તરફથી જતાં ફોર વ્હીલ ચાલકો માટે પ્રવેશ માટે નિષેધ કરતું જાહેરનામું બહાર જારી કર્યું } ગોલ્ડન બ્રિજને નો ઓવરટેક ઝોન અને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો.

^ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ અને ભરૂચ તરફની બંને ચોકી પર બે સિફ્ટમાં 14 ટ્રાફિક બ્રિગેડના જવાનો અને 8 પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે. વાહન ચાલકો ટ્રાફિક નિયમનના નિયમોના પાલન સાથે ટ્રાફિક સમસ્યા થાય તે માટે પ્રત્યન કરવામાં આવી રહ્યો છે.સરદાર બ્રિજ પર પણ કોઈ સમસ્યા ઉદભવે ત્યારે ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિક સમસ્યા થતી હોવાનું જોવા મળ્યું છે. સમસ્યા નિવારણ માટેના પણ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પ્રયત્ન ચાલુ છે. > અનિશપરીખ, પ્રમુખ,બી.ટી.ઇ.ટી

રાહત| જિલ્લા કલેક્ટરે જારી કરેલા વિવિધ જાહેરનામા કારગર નીવડ્યા

અન્ય સમાચારો પણ છે...