• Gujarati News
  • ઝઘડિયા તાલુકા પંચાયતના નવા સીમાંકન સામે જ.દ.યુ.નો વિરોધ

ઝઘડિયા તાલુકા પંચાયતના નવા સીમાંકન સામે જ.દ.યુ.નો વિરોધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાતાલુકા પંચાયતના જાહેર થયેલા નવા સીમાંકનનો વિરોધ કરી 22 બેઠક પૈકીની કેટલીક બેઠકો માટે પુન: સમીક્ષા કરવા માટે ભરૂચ જિલ્લા જનતાદળ(યુ)ના પ્રમુખ જયપ્રકાશ બારોટ તથા સામાજિક કાર્યકર ગણપત પટેલે ચૂંટણી આયોગને લેખિતમાં રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો છે.

જે.ડી.યુ.ના પ્રમુખના જણાવ્યા પ્રમાણે તાલુકામાં 22 બેઠક જાહેર થઇ છે. જેમાં 14 બેઠક અન.આદિજાતિ માટે અનામત રખાઇ છે. જેમાં અણધરા, પડવાણીયા, પડાલ, મોટા સોરવા, બામલ્લા, ધારોલી, તલોદરા બેઠકો આદિજાતિ સ્ત્રી માટે ફાળવાય છે. બેઠકો ભાૈગોલિક રીતે તાલુકાના અેક વિસ્તારમાંથી આવરી લેવાઇ છે. જે અન્યાયકર્તા છે. જેથી બેઠકોના ક્રમમાં ફેરફાર કરી આદિજાતિ માટે ક્રમમાં સ્ત્રી અનામત આવે અને સમગ્ર તાલુકાની બેઠકોમાં સ્ત્રી અને પુરૂષનું સમાન પ્રતિનિધિત્વ જળવાય રહે તે મુજબ કરવા રજૂઆત કરી છે. જે 22 બેઠકો જાહેર કરી છે. તેમાં ભાૈગોલિક પરિસ્થિતિ જાળવ્યા સિવાય સીમાંકનની રચનામાં સમાવિષ્ટ ગામોનું અંતર જાળવવામાં આવ્યું નથી. તેમાં વાંધાઓને ધ્યાને લઇ સમીક્ષા કરી ફેરફાર કરવા જણાવાયું છે. સામાજિક કાર્યકર ગણપત પટેલે વધુંમાં જણાયું છે કે, સરકારે પાલિકા, પંચાયતની ચૂંટણીમાં રિર્ઝવેશન મુદે સંમતી આપવા ઠરાવેલું છે કે અેક આદિવાસી હોય તો ૫ણ અેક બેઠક અનામત રહેશે. જે જાહેર થયેલા જાહેરનામામાં જણાઇ આવતું નથી . અેક વિસ્તારમાં અનામત બેઠકો ફાળવાઇ છે.

રતનપુર બેઠકમાં અોર, પટાર, પ્રાંકડ ગામનો સમાવેશ કરાયો છે. તે ગામો અવિધા બેઠકમાં ફાળવવા જોઇઅે. અવિધા બેઠકમાં રૂંઢ ગામ ભાલોદમાં સમાવવા પાત્ર છે. ભાલોદ બેઠકમાં જરસાડનો સમાવેશ થાય છે. જે અવિધા બેઠકમાં સમાવવા પાત્ર છે. પડવાણીયા બેઠકમાં આંબોસ ગામનો સમાવેશ કરાયો છે. જે ધારોલી બેઠકમાં સમાવવા પાત્ર છે.

ઝઘડિયા