• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • નર્મદા કેનાલ પાસે વાંસની ખેતી કરવા વડાપ્રધાનની હાંકલ

નર્મદા કેનાલ પાસે વાંસની ખેતી કરવા વડાપ્રધાનની હાંકલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ અને કચ્છ માં રાજ્યમાં સૌથી વધુ મુસ્લિમ આબાદી છે. બંને જિલ્લાઓ વિકાસમાં અગ્રેસર રહ્યા છે જેનો લાભ અહીંના મુસ્લિમ ભાઈઓને પણ મળ્યો છે.હજારો કરોડ ના રોકાણ સાથે PCPIR ની રચના થઇ છે. સરદાર પટેલની સૌથી મોટું સ્ટેચ્યુએ વિશ્વનું આકર્ષણ બનશે.ભરૂચના રસ્તે થઇને લોકો કેવડિયા જશે. ભરૂચ ટુરિઝમ ક્ષેત્રે મહત્વનું કેન્દ્ર બની રહેશે.

બુલેટ ટ્રેનએ કોંગ્રેસનું ગજું નથી. ટ્રેન થકી રોજગારી ની તકો મળશે.વડોદરા માં ટેક્નોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ગુજરાત નો યુવાન અભ્યાસ કરી શકશે. બુલેટ ટ્રેનમાં યુઝ થનાર મટીરીયલ સિમેન્ટ અને લોખંડ જેવી અનેક વસ્તુ ભારતની હશે અને પૈસા ખર્ચશે જાપાન. મેં મુખ્ય મંત્રી તરીકે પત્ર લખેલો અને તે વખતના વડાપ્રધાન મનમોહનસિંઘે બુલેટ ટ્રેનની જાહેરાત કરી હતી.પણ અમલ ના કરી શક્ય હતા અને 1 લાખ કરોડ નું મૂડી રોકાણ કરવા જાપાનને તૈયાર કર્યું છે.ભાજપનો વિરોધ કરો પણ પ્રગતિનો વિરોધ કરો તે ખુબ નિમ્ન સ્તરની રાજનીતિ છે. કોંગ્રેસના ષડયંત્રો ગુજરાતને પરાસ્ત કરી શકશે નહિ.ભરૂચ માં પહેલા સતત કર્ફયુ , કોમવાદ , ખુનામરકી , આતંક અને ભય હતો.ભાજપના રાજમાં લોકોને સલામતી, શાંતિ મળી છે.ભાડભૂતમાં બેરેજ તથા ભારતની સીમામાં 1300 કરતા વધુ ટાપુઓને વિકસિત કરાશે અને આનો લાભ ભરૂચના સમુદ્ર તટને પણ મળી શકશે. પતંગ બનાવવા વાંસ વિદેશથી લાવવો પડે, કારણ કે કાયદો વાંસને હાથ ના લગાવવા દે. ભાજપ સરકારે કાયદો બદલી રહી છે. હવે વાંસ નું ઉત્પાદન કરી શકાશે. કોંગ્રેસને 70 વર્ષ સુધી ખબર ના પડી કે વાંસને ઝાડ ના કહેવાય.

સાગરખેડૂ યોજના થકી માછીમારોનો વિકાસ : વાંસની ખેતી કરવા કાયદો બદલાશે

ભરૂચના આમોદ ખાતે વડાપ્રધાનના જાહેરસભામાં કોંગ્રેસ પર પ્રહારો

અન્ય સમાચારો પણ છે...