• Gujarati News
  • વરેડિયામાં ડૉ. અબ્દુલ કલામને ભાવભીની અંજલિ

વરેડિયામાં ડૉ. અબ્દુલ કલામને ભાવભીની અંજલિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના11મા રાષ્ટ્રપતિ અને મિસાઈલ ટેકનોલોજીના નિષ્ણાત એવા દેશના મહાન વૈજ્ઞાનિક તેમજ ભારત રત્ન ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામના અવસાન બદલ દુ:ખની લાગણી વ્યકત કરવા માટે આજે ગુરુવારે ભરૂચ તાલુકાના વરેડીઆ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તથા ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો સહિત શાળાના બાળકોએ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. શાળાના આચાર્ય યુસુફભાઈ તથા શફી મહંમદ ઉધરાદારે તેમના જીવનના વિવિધ પ્રસંગો તથા તેમના બાલ્યકાળ અને વિદ્યાર્થી જીવન વિષે પણ માહિતી આપવામાં આવી હતી.મૌલવી ઈરફાન મરાદે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના આત્માને શાંતિ મળે માટે મગફીરતની દુઆ કરવામાં આવી હતી.