• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ તા.પં. કારોબારીની બેઠકમાં ~34.56 લાખના કામોને બહાલી

ભરૂચ તા.પં. કારોબારીની બેઠકમાં ~34.56 લાખના કામોને બહાલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકા પંચાયત ખાતે ગુરુવારે કારોબારીની સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ 6 મુદ્દાઓ ચર્ચામાં લેવાયા હતાં. જે પૈકી જમીન કાયદાની કલમ હેઠળના અેક પણ કેસ નોંધાયાં હતાં. નાણાપંચ યોજનામાં કુલ ~34.56 લાખના વિકાસ કામોની દરખાસ્તોને મંજૂર કરવામાં આવી હતી.

ભરૂચ તાલુકા પંચાયત ખાતે ગુરુવારે બપોરના 2 કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં કારોબારી સમિતિની બેઠક મળી હતી. કારોબારી સમિતિના ચેરમેન સિરાજ અલી ઇસા પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ટીડીઓ પી. ડી. કોસમિયા , પ્રમુખ સાબીરા દિવાન, ઉપપ્રમુખ કૌશિક પટેલ સહિત સમિતિના સભ્યો હાજર રહ્યાં હતાં. કારોબારીની બેઠકની શરૂઆતમાં સ્વ. ડૉ. અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. જે બાદ ગત કારોબારીની બેઠકની નોંધ વંચાણે લેવામાં આવી હતી. ઉપરાંત તેના આધારે લેવાયેલાં પગલાના અહેવાલોને સર્વાનુમતે બહાલી મળી આપવામાં આવી હતી. જમીન મહેસૂલી કાયદાની કલમ 65, 66 તેમજ 67 હેઠળ એક પણ કેસની દરખાસ્ત આવી હતી. જે બાદ બાંધકામ શાખા તરફથી રજૂ થયેલાં વિવિધ કામોની ચર્ચા વિચારણા કરી તે અંગેના નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. વર્ષ 2014-15ના વર્ષમાં 13 નાણાપંચ યોજનાની તાલુકા કક્ષાની બીજા તબક્કાની મળનારી ~34.56 લાખની ગ્રાન્ટમાંથી વિકાસના કામો કરવા માટેની દરખાસ્તો સભ્યો પાસેથી મેળવવામાં આવી હતી.

બાંધકામ શાખા તરફથી રજૂ થયેલાં વિવિધ કામોની ચર્ચા કરાઇ

અન્ય સમાચારો પણ છે...