બે તસ્કરોને એક દિવસના રિમાન્ડ
ભરૂચતાલુકાના ચાવજ ગામની રાધાકૃષ્ણ રેસીડન્સીમાં રહેતાં જગન્નાથ ભોલેનાથ શર્મા તેમના પરિવાર સાથે બહાર ગામ ગયાં હોઇ તેમના બંધ મકાનને તસ્કરોએ નીશાન બનાવ્યું હતું. નજીકમાં પડાવ નાખીને રહેતાં અને મજુરી કામ કરતાં બે તસ્કરો નિલેશ ભાવસિંગ પરમાર તેમજ ગના લીમજી પરમાર ( બન્ને રહે. ગરબાડા, દાહોદ) રાત્રીના જગન્નાથ શર્માના મકાનનું તાળું તોડવાની કોશીષ કરી રહ્યાં હતાં. તે વેળાં લોકોએ તેમને જોઇ જતાં તેમણે બન્નેને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતાં. પોલીસે ગુરૂવારે બન્નેને કોર્ટમાં રજૂ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.