તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચની નીલકંઠનગર ઝૂંપડપટ્ટીના રહીશો ચૂંટણીનો બહિષ્કાર કરશે

ભરૂચની નીલકંઠનગર ઝૂંપડપટ્ટીના રહીશો ચૂંટણીનો બહિષ્કાર કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાની ચૂંટણી પહેલાં પ્રચારયુધ્ધ વેગીલું બન્યું છે અને નેતાઓ અને કાર્યકરો વિવિધ વિસ્તારો ખુંદી રહયાં છે. વોટ લઇ લીધાં પછી લોકોની સમસ્યાઓના નિરાકરણમાં ઢીલાશ દાખવતાં નેતાઓને હવે મતદારો પરચો બતાવી રહયાં છે. જુના ભરૂચ સહિત અનેક વિસ્તારોમાં સુવિધાઓ મળતી નહિ હોવાથી લોકો પરેશાન છે. નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે અને વિધાનસભાની બેઠક પણ ભાજપ જીતતી આવે છે. પાલિકા સત્તાધીશો રસ્તા, પાણી અને ગટરની માળખાકીય સવલતો પુરી પાડવામાં નિષ્ફળ રહયાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

શહેરના વોર્ડ નંબર 3માં નીલકંઠનગર ઝૂંપડપટ્ટીમાં ખુલ્લી ગટરોને કારણે ગંદકીનું સામ્રાજય જોવા મળી રહયું છે. ગંદુ પાણી રસ્તા પર વહેતું હોવાથી અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. શાળાએ જતાં બાળકોને પણ ગંદકીમાંથી પસાર થવું પડે છે. નગરપાલિકા તરફથી સફાઇ કરવામાં આવતી હોવાને કારણે રોગચાળો ફેલાવાની ભીતી સેવાઇ રહી છે. પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં નહિ ભરાતાં રહીશોએ હવે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. અગાઉ જુના બજાર, નવચોકી હેઠાણા, ભાગકોટના ઓવરા, ઉન્નતિનગર અને આકાશગંગા સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગી ચુકયાં છે.

રસ્તા પર વહેતાં ગંદા પાણીને કારણે અવરજવરમાં ભારે મુશ્કેલી

ખુલ્લી ગટરોને કારણે રોગચાળો ફેલાવાની ભિતી

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવેલી નિલકંઠ નગર ઝૂંપડપટ્ટીમાં સફાઇના અભાવે રોગચાળો ફેલાઇ તેવી શકયતાઓ છે. રોષે ભરાયેલા રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે.તસવીર : રાજેશ પેઇન્ટર

અન્ય સમાચારો પણ છે...