તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • તાલીમ કાર્યક્રમ | ભરૂચના ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરાયું આયોજન : આદર્શ આચારસંહિતાનો ચૂસ્‍ત અમલ કર

તાલીમ કાર્યક્રમ | ભરૂચના ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરાયું આયોજન : આદર્શ આચારસંહિતાનો ચૂસ્‍ત અમલ કરાવા માટે અનુરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લાની પાંચેય વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણીને અનુલક્ષીને આજે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જનરલ ઓબ્ઝર્વર એસ.સુહેલ અલી અને જિલ્લા ચૂંટણી અધિકારી સંદિપ સાગલેની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લામાં પાંચેય વિધાનસભા મતદાર વિભાગના માઇક્રો ઓબ્ઝર્વરોને તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જનરલ ઓબ્ઝર્વર એસ. સુહેલ અલીએ માઇક્રો ઓબ્ઝર્વરોને ચૂંટણીલક્ષી પ્રક્રિયાનું ઝીણવટભર્યું માર્ગદર્શન આપી ચૂંટણીની કામગીરી બાબતે કંઇ પણ તકલીફ પડે તો સંપર્ક કરવા જણાવ્યું હતું. વધુમાં ભારતના ચૂંટણીપંચની ગાઇડલાઇન અને માર્ગદર્શીકા મુજબ કામગીરી કરી આદર્શ આચારસંહિતાનો ચૂસ્ત અમલ સાથે ચૂંટણીની પ્રક્રિયા ન્યાયી અને પારદર્શક રીતે થાય તે જોવા તમામને સુચિત ર્ક્યા હતાં.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે, મતદાન મથકોની સજ્જતા - મતદાન મથકોની વ્યવસ્થા, મતદાન મથકોનું સાહિત્ય, સામગ્રી, મતદાન મથક ખાતે સમયસર પહોંચી જવા જણાવી ચૂંટણી એજન્ટની સામે મોકપોલ રજૂ કરવા સહિતની બાબતોથી માહિતગાર કર્યાં હતાં. તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌહાણ, જિલ્લા પુરવઠા અધિકારી દવે તથા વિધાનસભા મતદાર વિભાગના આર. તથા માઇકો ઓબ્ઝર્વર અને ચૂંટણી કામગીરી સંભાળતા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ભરૂચમાં માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ

ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે જનરલ ઓબ્ઝર્વર અને જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...