તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ટિકિટ મળતાં નારાજ આગેવાનો અને કાર્યકરોને સાંસદ અહેમદ પટેલે મનાવ્યાં

ટિકિટ મળતાં નારાજ આગેવાનો અને કાર્યકરોને સાંસદ અહેમદ પટેલે મનાવ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયમાંવિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત થતાં કોંગ્રેસમાં ઠેર ઠેર અસંતોષ જોવા મળી રહયો છે. રાજયસભાના સાંસદ અહમદ પટેલે બે દિવસ પીરામણમાં રોકાણ કરી અસંતોષને દુર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કોંગી કાર્યકરોને પક્ષને જીતાડવા કામે લાગી જવા હાકલ કરી છે.

રાજયસભાના સાંસદ અહમદ પટેલ તેમના વતન પીરામણ ગામે આવ્યાં હતાં. તેમણે ભરૂચ જિલ્લાના સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી હતી. ખાસ કરીને અંકલેશ્વર બેઠક પર અનિલ ભગતને ટીકીટ આપવામાં આવતાં કોળી સમાજના આગેવાનોમાં નારાજગી હતી તે બાબતે ચર્ચા કરી હતી.

ઝઘડીયા, માંગરોળ, દેડીયાપાડા સહિતની બેઠકો પર છોટુભાઇ વસાવા સાથે કરેલાં ગઠબંધન અંગે પણ કોંગી આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજયમાં વિધાનસભાના ઉમેદવારોની જાહેરાત બાદ કોંગ્રેસમાં ઠેર ઠેર ...અનુસંધાન પાના નં.2

વિરોધ અને અસંતોષ ફેલાયો છે. તેમણે જે તે વિસ્તારના સ્થાનિક આગેવાનોનો ટેલીફોનિક સંપર્ક કરી તેમની રજૂઆતો સાંભળી હતી. તેમણે આગેવાનો અને કાર્યકરોને વિખવાદ ભુલી પક્ષને જીતાડવા કામે લાગી જવા હાકલ કરી હતી. મંગળવારે બપોરે તેઓ દીલ્હી જવા રવાના થઇ ગયાં હતાં.

પીરામણમાં બે દિવસ રોકાણ કર્યા બાદ મંગળવારે બપોરે દિલ્હી જવા રવાના થયાં

બે દિવસના પીરામણ ખાતેના રોકાણમાં આગેવાનો સાથે ચર્ચા

અન્ય સમાચારો પણ છે...