તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુંટણીના ગરમાટા વચ્ચે ભરૂચમાં ઠંડીનો વધતો જોમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેર જિલ્લામાં હાલમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ગરમાટો જોવા મળી રહ્યો છે. જોકે બીજી તરફ તાપમાનનો પારો દિવસે દિવસે નીચો જઇ રહ્યો હોવાને કારણે રાત્રીના સમયે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાન વધુ ગગડીને 12 ડીગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

વિધાનસભાની ચૂંટણીનો માહોલ પંથકમાં જામ્યો છે. પોતાના ઉમેદવારોના પ્રચાર માટે કાર્યકરો ગલી મહોલ્લાઓમાં રાત્રી બેઠકો કરી રહ્યાં છે. જેને પગલે ચુંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે વાતાવરણમાં તાપમાનનો પારો ઘટી રહ્યો હોવાને કારણે ઠંડીની અસર જોવા મળી રહી છે. રાત્રીના સમયે લોકો તાપણું કરીને બેસેલાં જોવા મળે છે. ત્યારે શેરી મહોલ્લામાં એકઠાં થઇને બેસેલાં લોકોમાં ચુંટણી પચાર કરવા માટે કાર્યકરો પણ ઉમટી પડતાં હોય છે.

સપ્તાહમાં પારો 12Oએ પહોંચે તેવી શક્યતાં

અન્ય સમાચારો પણ છે...