તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • દિવ્યાંગ પુત્રને કાયમી નોકરી મળે તો સહપરિવાર જળસમાધીની પિતાની ચીમકી

દિવ્યાંગ પુત્રને કાયમી નોકરી મળે તો સહપરિવાર જળસમાધીની પિતાની ચીમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચખાતે રહેતાં અને નર્મદા યોજનામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલાં શખ્સે તેના દિવ્યાંગ બાળકની નોકરી કાયમી કરવા માટે વડાપ્રધાનને પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું છે કે, વર્ષ 2012માં તેમના પુત્રને સારી કામગીરી માટે એવોર્ડ પણ મળ્યો હતો. જો વહેલી તકે તેને કાયમી કરવામાં નહીં આવે તો સહપરિવાર નર્મદાના શરણે જવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે.

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં સાંઇ બંગ્લોઝ ખાતે રહેતાં નવીનચંદ્ર કટારિયા નર્મદા યોજનામાં ફરજ બજાવીને નિવૃત્ત થયાં છે. તેમનો પુત્ર ઉપેન્દ્ર દિવ્યાંગ હોવા છતાં તેણે નર્મદા જિલ્લાની સમાજ સુરક્ષા કચેરી ખાતે પટાવાળાની નોકરી મેળવી હતી. વર્ષ 2009થી તે ફરજ બજાવી રહ્યો હોઇ તેમજ તેના લગ્ન અન્ય એક દિવ્યાંગ યુવતિ સાથે થતાં તેમને બે સંતાન છે. તે હજી કાયમી થયો હોઇ એક દિવ્યાંગ પરિવાર કાયમી નોકરી થકી પોતાનું ભાવિ સુરક્ષિત કરી શકે તે માટે વર્ષ 2009થી તેઓ

...અનુસંધાન પાના નં.2

વિવિધ સરકારી અધિકારીઓ તેમજ મુખ્યમંત્રી અને વડાપ્રધાન સહિતનાઓને રજૂઆત કરી રહ્યાં છે. જોકે હજી સુધી તેમની સમસ્યાનું કોઇ નિરાકરણ નહીં આવ્યું હોઇ તેમણે વડાપ્રધાનને પત્ર લઇ પોતાની વેદના જણાવી છે. જો વહેલી તકે તેને કાયમી કરવામાં નહીં આવે તો સહપરિવાર નર્મદાના શરણે જવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે.સારી કામગીરી બદલ પુત્રને એવોર્ડ અપાયો હતો

છેલ્લાં કેટલાંય સમયથી પુત્રને કાયમી કરવા રજૂઆતો કરે છે

અન્ય સમાચારો પણ છે...