તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચના વોર્ડ નં.1માં સફાઇ કર્મીઓની હડતાળની ચીમકી

ભરૂચના વોર્ડ નં.1માં સફાઇ કર્મીઓની હડતાળની ચીમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરના વોર્ડ નંબર 1ના કોર્પોરેટરના પતિ દ્વારા સફાઇ કામદારને અપશબ્દો ઉચ્ચાર્યાં હોવાના આક્ષેપ સાથે પાલિકા સફાઇ કર્મચારીઓઅે હડતાળની ચીમકી આપી હતી. જોકે બાદમાં સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓની બેઠક બાદ સફાઇ કામદારોની હડતાળ રદ થઇ હતી.

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 1માં ફરજ બજાવતાં કેટલાંક સફાઇ કામદારો સાથે વોર્ડના કાઉન્સિલર ખેરૂનિશાબેન ઉસ્માન હાજી પટેલના પતિને સફાઇ કામગીરી બાબતે તુતુ મેમે થઇ હતી. જે બાદ ઘટનામાં કાઉન્સિલરના પતિએ સફાઇ કામદારને અપશબ્દો ઉચ્ચાર્યા હોવાની રાવ સાથે સફાઇ કામદારના આગેવાનોએ મામલો ગરમાવ્યો હતો. તેમણે જ્યાં સુધી તેઓ માફી માંગે ત્યાં સુધી હડતાળ પર ઉતરવાની ચીમકી આપી હતી. જોકે બાદમાં સ્થાનિક કાઉન્સિલરોએ અધિકારીઓ તેમજ સફાઇ કામદારો સાથે બેઠક યોજી હતી. જેમાં બન્ને પક્ષોના આક્ષેપપ્રત્યાક્ષેપો બાદ હડતાળ રદ કરવામાં આવી હતી.

સ્થાનિક કાઉન્સિલરોએ સફાઇ કામગીરી કરવા આવતાં સફાઇ કર્મચારીઓ સુચારૂ કામ નહીં કરતાં હોવા સાથે ઓછો કર્મીઓ દ્વારા કામગીરી કરાતી હોવાના આક્ષેપ કરાયાં હતાં. જોકે બન્ને પક્ષો વચ્ચેની બેઠકમાં સમાધાન થતાં હડતાળ પર ઉતરવાનો નિર્ણય રદ કરાયો હતો.

કોર્પોરેટરની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો

અન્ય સમાચારો પણ છે...