• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • મિટીંગ | ગરીબ બાળકોમાં શિક્ષણ મેળવવા જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો

મિટીંગ | ગરીબ બાળકોમાં શિક્ષણ મેળવવા જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજીલ્લામાં કાર્ય કરતી સ્વેચ્છિક સંસ્થા ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને રીચ ટુ ટીચ દ્વારા તેમના ગુણવતાલક્ષી શિક્ષણ કાર્યક્રમ પર વિચાર વિમર્શ કરવા માટે સમગ્ર સ્ટાફ મિટિંગનું ભરૂચની અતિથી રિસોર્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, રીચ ટુ ટીચ સી.ઈ.ઓ સ્ટીફન કટ્સ (લંડન) કન્ટ્રી ડીરેકટર થોમસ, ગ્રામ વિકાસ ટ્રસ્ટના સ્થાપક તથા પ્રમુખ રમેશ કાસુન્દ્રા તથા રીચ ટુ ટીચ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ સમગ્ર સ્ટાફ હાજર રહ્યા હતા.

રીચ ટુ ટીચ ના સી.ઈ.ઓ સ્ટીફન કટ્સે દરેક સ્ટાફ ને પ્રેરણા પૂરી પડી કે આપણે બધા એક જૂથ થઇ વધુ સારી રીતે કામ કરીશું. એમને પણ ગમ્યું કે સરકાર અને સંસ્થા સાથે મળીને બાળકોના ભણતર માટે કામ કરે છે.

ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે પણ તમામ સ્ટાફના કાર્યની પ્રશંસા કરી હતી. એમને બાળકોના અધિકારોને લઈને ઉમેર્યું કે બધા બાળકોને શિક્ષણનો અધિકાર છે અને આપને દરેક લોકોને સરકારી શાળા ને લઈને જે ખોટા ભ્રમ છે, તે દુર કરવાની આપણા બધાની ફરજ છે. તેમ જણાવ્યું હતું.

સરકારી શાળાઓ માટેનો ખોટો ભ્રમ દુર કરવા લોકોને અપીલ કરાઇ

રીચ ટુ ટીચ દ્વારા ચર્ચા કરવા સ્ટાફ મિટિંગનું ભરૂચની અતિથી રિસોર્ટ ખાતે આયોજન.

રીચ ટુ ટીચ પ્રોજેક્ટ સભ્યોની મિટીંગ મળી

અન્ય સમાચારો પણ છે...