• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • આગામી દશમી ડીસેમ્બરના રોજ સ્વામિનારાયણ ગુરુકુલ કંડારી ખાતે ભવ્ય શાકોત્સવનું

આગામી દશમી ડીસેમ્બરના રોજ સ્વામિનારાયણ ગુરુકુલ કંડારી ખાતે ભવ્ય શાકોત્સવનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી દશમી ડીસેમ્બરના રોજ સ્વામિનારાયણ ગુરુકુલ કંડારી ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસંગે કંડારી, વડતાલ, વાડી, કલાલી, હરીનગર, ડભોઈ, પારેખા, કરજણ અને ભરુચના સંતો શાકોત્સવમાં હાજર રહેશે.10 ડિસેમ્બર સાંજે 4થી7 વાગ્યા દરમિયાન શાકોત્સવનું આયોજન કરાયું છે. દરમિયાન ધૂન કિર્તન,કથા વાર્તા,સંતોના આર્શિવાદ અને વિવિધ કાર્યક્રમો યોજાશે.આ ઉપરાંત સંતો અને સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.હજારો હરિભકતો પણ કાર્યક્રમમાં હાજર રહેશે એમ પુજ્ય શ્યામ સ્વામીએ જણાવ્યું હતું.

સ્વામિનારાયણ ગુરુકુલ કંડારી ખાતે 10મીએ ભવ્ય શાકોત્સવનું આયોજન

અન્ય સમાચારો પણ છે...