તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભરૂચ જિલ્લામાં ગર્ભ અને શિશુ ત્યજી દેવાની બે ઘટના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ જિલ્લામાં ગર્ભ અને શિશુ ત્યજી દેવાની બે ઘટના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચજિલ્લામાં અવિકસીત ગર્ભ ત્યજી દેવાની તેમજ 1 વર્ષની બાળકીને બિનવારસી હાલતમાં ફેંકી દેવાના બે બનાવો નોંધાયાં છે. બન્ને બાળકોની માતાઓ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે.

જંબુસરના કોલેજ રોડ પર શીવસદન પાસે રહેતો સમીર ઘાંચી અને મિત્ર ચિરાગ પટેલ ચા પીવા માટે ટંકારી ભાગોળ વિસ્તારમાં ગયાં હતાં. જ્યાં એપીએમસી પાસે ટોળા હોઇ તેઓએ ત્યાં પહોંચી તપાસ કરતાં એક અવિકસિત ગર્ભ ફેંકેલી હાલતમાં પડેલો જણાયો હતો. અંગે જંબુસર પોલીસને જાણ કરતાં તે સ્થળ પર આવી હતી. પોલીસે અવિકસિત ગર્ભને કબજે લઇ તેને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પરીક્ષણ અને પોસ્ટમોર્ટમ માટે લઇ જતાં તબીબોએ અવિકસિત ગર્ભ પાંચ મહિનાનું હોવાનું તેમજ તે છોકરો હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે જંબુસર પોલીસે ગુનો નોંધી અવિકસિત ગર્ભ ફેંકી જનાર જનેતા કે તેના પરિવારજનોના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે. પોલીસે પ્રાથમીક તબક્કે અવિકસીત ગર્ભનું વડોદરા સિવીલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ઉપરાંત તબીબો પાસે ગર્ભનું પરિક્ષણ કરાવતા તે પાંચ મહિનાનું હોવાનું તેમજ ગર્ભમાં અવિકસીત હોવાને કારણે મૃત્યુ પામ્યું હોવાનું અનુમાન તબીબોએ લગાવ્યું છે.

જ્યારે અંક્લેશ્વરની પ્રતિન ચોકડી પાસે હોન્ડાના શોરૂમ નજીક વહેલી સવારે 4 કલાકે 1 વર્ષની બાળકીને નિરાધાર હાલતમાં ત્યજી દઇ નિષ્ઠુર માતા ફરાર થઇ ગઇ હતી.

પ્રતિન ચોકડી પાસે 1 વર્ષની બાળકી મળી આવી

જંબુસર APMC પાસે ગર્ભ ત્યજી દેવાયેલો મળ્યો

અંક્લેશ્વરના પ્રતિન ચોકડી પાસેના હોન્ડા શોરૂમ નજીકથી એક વર્ષની તરછોડાયેલી બાળકી મળી આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો