દુકાનદારોએ કર્મચારીઓને મતદાન માટે રજા આપવી પડશે
ભરૂચ |શનિવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ભરૂચ વિધાનસભામાં સમાવિષ્ઠ વિસ્તારોમાં જ્યાં વટાઉખત અધીનિયમ 1881ની જોગવાયો અંગે લાગુ પડતી ના હોય તેવી દુકાનોને સંસ્થાઓ માટે 1948ના ગુજરાત દુકાનો અને સંસ્થા અધીનિયમ અનુસાર રજા જાહેર કરવામાં અાવેલ છે.જેથી ભરૂચ મત વિસ્તારના દરેક દુકાન ધારકોએ સંસ્થાઓએ આવશ્યક રજા રાખવાની રહેશે.તેમ છતા મત આપવાના અધિકાર પરત્વે ફરીયાદ મળશે તો તેની સંપૂર્ણ જવાબદારી દુકાન ધારકો તથા સંસ્થાની રહેશે.