• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ ગોલ્ડનબ્રિજ પર અકસ્માત થતા પીક અર્વસમાં ટ્રાફિક જામ

ભરૂચ ગોલ્ડનબ્રિજ પર અકસ્માત થતા પીક અર્વસમાં ટ્રાફિક જામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચઅને અંકલેશ્વરને જોડતા ગોલ્ડનબ્રિજ પરથી રોજના 20 હજાર કરતાં વધારે વાહનો પસાર થાય છે. અંગ્રેજ શાસનમાં બનેલો બ્રિજ માત્ર ચાર મીટર જેટલો પહોળો હોવાથી સામસામે બે વાહનો પસાર થઇ શકે તેટલી ક્ષમતા છે. નેશનલ હાઇવે નંબર 8 પર મુલદ ચોકડી પાસે ટેકસ પ્લાઝા બનીદક્ષિણ ગુજરાત તરફથી આવતાં ફોર વ્હીલ વાહનો જુના નેશનલ હાઇવે પરથી પસાર થતાં હોવાથી વાહનોનું ભારણ વધી ગયું છે. બીજી તરફ શીતલ સર્કલ પાસે ફલાયઓવરની કામગીરીને કારણે પણ ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે.

સોમવારે સવારે 9 વાગ્યાના અરસામાં ગોલ્ડનબ્રિજ પર બે વાહનો વચ્ચે અકસ્માતને પગલે ટ્રાફિકજામ થયો હતો. પીકઅવર્સમાં બનેલી ઘટનાને કારણે અંકલેશ્વર તથા આસપાસની જીઆઇડીસીમાં નોકરીએ જતાં નોકરીયાતો અટવાઇ ગયાં હતાં. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને એક સાઇડનો રોડ બંધ કરી અકસ્માતગ્રસ્ત વાહનોે બહાર કાઢી વાહનવ્યવહાર રાબેતા મુજબ થતા વાહનચાલકોને રાહત સાંપડી હતી.

બ્રિજ ચાર મીટર પહોળો હોવાથી વકરતી સમસ્યા

અન્ય સમાચારો પણ છે...