રોંધ ગામ પાસે ટ્રકની ટક્કરે એક્ટિવા સવારનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અામોદખાતે લગ્ન પ્રસંગમાં આવેલાં વડોદરાના બે વ્યક્તિઓને એક્ટિવાને રોંધ ગામ પાસે એક ટ્રક ચાલકે અકસ્માત સર્જતાં તે પૈકીના એકનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્યને ઇજાગ્રસ્ત હાલતમાં નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વડોદરાના તરસાલી ખાતે રહેતાં જવરીબેન જેકન વાદી તેમજ તેમના પુત્ર સંજય તેમજ બહેન કમળાબેન સાથે આમોદ તેમના કાકામોટાના ઘરે લગ્ન પ્રસંગ હોઇ ત્યાં આવ્યાં હતાં. લગ્ન પ્રસંગ પુર્ણ થયાં બાદ લગ્નમાં આવેલાં તેમના પાડોશી મંગા ભીખા વાદી તેમની નવી એક્ટિવા પર આવ્યાં હોઇ તેઓ પરત જવા માટે નિકળ્યાં હતાં. જેથી તેમનો પુત્ર સુનિલ પણ તેની સાથે વડોદરા જવા માટે રવાના થયો હતો. દરમિયાન તેઓ એક્ટિવા લઇને આમોદથી સરભાણ તરફ જવાના રોડ પર રોંધ ગામ પાસેથી પસાર થતાં હતાં. તે વેળાં એક ડમ્પર ટ્રકના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની ટ્રક હંકારી લાવી તેમની એક્ટિવાને ટક્કર મારતાં બન્નેને ગંભીર ઇજાઓ થઇ હતી. જે પૈકી મંગાભાઇ વાદીનું માથામાં ગંભીર ઇજાઓ થવાને કારણે સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ટ્રક સ્થળ પર મુકી નાસી છુટ્યો હતો. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આમોદ ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યાં હતાં

અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર

અન્ય સમાચારો પણ છે...